News Continuous Bureau | Mumbai
સંજય રાઉત(Shivsena MP Sanjay Raut) પોતાના ભડકાઉ અને વિવાદિત નિવેદનો માટે પ્રખ્યાત છે. શિવસેનાના મુખપત્ર સામના(Saamna)માં તેઓ અવાર-નવાર, અલગ-અલગ નેતાઓને સપાટામાં લેતા હોય છે. હવે એવું લાગી રહ્યું છે કે તેઓ પોતે જ સપાટામાં આવી ગયા છે. ગુરૂવારના દિવસે તેમણે 55 સેકન્ડ ની પ્રેસ કોન્ફરન્સ(Press conference) કરી અને પત્રકારોને કહી દીધું કે મારી પાસે બોલવા માટે કશું નવું નથી. બીજી તરફ તેમણે ટ્વિટર પર ટ્વિટ કર્યું છે કે જ્યારે ગુમાવવા માટે કશું બચતું નથી ત્યારે મેળવવા માટે ઘણું બધું હોય છે.
जब "खोने"के लिए कुछ भी ना बचा हो तो "पाने" के लिए बहुत कुछ होता हैं!.
जय महाराष्ट्र !. pic.twitter.com/BeQNDziC3w— Sanjay Raut (@rautsanjay61) July 8, 2022
સંજય રાઉતના આ ટ્વીટને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા ચકડોળે ચઢી છે. રાજનીતિ સાથે જોડાયેલા આનો એવો અર્થ કાઢી રહ્યા છે કે શિવસેનાના નેતા દિવસેને દિવસે હતાશ અને નિરાશ થઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : થાણા નવી મુંબઈ પછી હવે કલ્યાણ અને ડોમ્બીવલીના આટલા બધા નગરસેવકો એકનાથ શિંદે ગ્રુપમાં જોડાઈ ગયા- માતૃશ્રી ચોંકી ગયું