News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રની જનતાને આગામી 1 એપ્રિલથી મોટી રાહત મળી શકે છે. મુંબઈ સહિત રાજ્યભરમાં કોરોના સંક્રમણ ઘણા અંશે નિયંત્રણમાં આવ્યું છે. તેથી, 1 એપ્રિલથી, કોરોના સંબંધિત તમામ પ્રતિબંધો દૂર કરવાનો વિચાર ઠાકરે સરકાર કરી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધ્યા બાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતા નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે જ્યારે કોરોના સંપૂર્ણપણે નિયંત્રણમાં છે, ત્યારે હવે કોરોના પ્રતિબંધોની જરૂર નથી. શાળાઓ, થિયેટરો, મોલ, રેસ્ટોરાં, ઉદ્યાનો ઓફિસો ખુલી ગઈ છે અને રોજિંદો વ્યવહાર લગભગ કોરોના સમયગાળાના પહેલાની જેમ પાટા પર આવવા લાગ્યો છે. પરંતુ હજુ પણ ઘણા નિયંત્રણો બાકી છે. હવે આને પણ દૂર કરવામાં આવશે અને રાજ્યમાં તમામ કામગીરી સંપૂર્ણપણે કોરોના સમયગાળા પહેલાની જેમ કરવામાં આવશે.
આવી સ્થિતિમાં મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ માસ્ક લગાવવાના નિયમો અને સોશિયલ ડિસ્ટન્સિંગને લઈને સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અંગે એક મહત્વપૂર્ણ વાત કહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રાજેશ ટોપેએ કહ્યું છે કે, 'અન્ય દેશોમાં ચોથી લહેરના આગમનને કારણે અમે અત્યારે માસ્ક હટાવવાની વાત કરી શકતા નથી. તેથી, કોરોના ટાસ્ક ફોર્સની બેઠક પછી, પ્રતિબંધ હટાવવા સંબંધિત નિર્ણયો લેવામાં આવશે, પરંતુ હાલમાં માસ્ક હટાવવાનો કોઈ વિચાર નથી. માસ્ક પહેરવું જનતાના હિતમાં છે. રાજેશ ટોપે દ્વારા આજે આપવામાં આવેલા આ નિવેદન બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે હાલમાં સરકાર માસ્કના નિયમો જાળવવાના પક્ષમાં છે.
આ સમાચાર પણ વાંચો: મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરની સોશિયલ મીડિયા પર બદનામી કરનારા આટલા લોકોની ધરપકડ.. જાણો વિગતે
છેલ્લા ઘણા દિવસોથી મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ઘણી હદ સુધી કાબૂમાં આવ્યું છે. સમિતિ સાથે સંકળાયેલા અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર, રાજ્યમાં મોટાભાગના લોકોનું રસીકરણ થઇ ગયું છે. ઝડપી રસીકરણને કારણે કોરોનાનું સંકટ ઘણા અંશે ટળી ગયું છે. આ કારણોસર સંબંધિત સમિતિએ કોરોનાના નિયંત્રણો હટાવવાનો નિર્ણય લીધો છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.