ફૂલગુલાબી ઠંડી માણવા મુંબઇગરાંએ હજી થોડી રાહ જોવી પડશે, હવામાન ખાતાએ આપ્યા સંકેત; જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 7 ડિસેમ્બર 2021

મંગળવાર

હવામાન ખાતાના સરફેસ ઇન્સ્ટ્રૂમેન્ટસ ડિવિઝન(પુણે)ના વડા ડો.કે.એસ. હોસાલીકરે ગુજરાત સમાચારને વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે હાલ મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં પવનની ગતિ ઘણી મંદ થઇ ગઇ છે. સાથોસાથ પવન પણ પૂર્વ(ઇશાન) દિશામાંથી ફૂંકાઇ રહ્યા છે. ઇશાનના પવનો તેની સાથે થોડીક ગરમી પણ  લાવતા હોવાથી મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં શિયાળાના ઠંડા અને ગમતીલા વાતાવરણનો અનુભવ નથી થતો. પવનો ઉત્તર-પૂર્વના અને સંપૂર્ણ ઉત્તરના એટલે કે હિમાલયની બરફીલી પર્વતમાળામાંથી ફૂંકાવા શરૂ થશે ત્યારે જ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ફુલગુલાબી ટાઢનો મજેદાર અનુભવ થશે. શિયાળાનો ઠંડાગાર માહોલ લગભગ જાન્યુઆરીમાં શરૃ થવાની શક્યતા છે એવો સંકેત હવામાન ખાતાએ આપ્યો હતો.હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે મુંબઇના મહત્તમ તાપમાનમાં અને ભેજના પ્રમાણમાં વધારો નોંધાઇ રહ્યો છે. ૧,૨ ડિસેમ્બરે મુંબઇ સહિત આજુબાજુનાં સ્થળોએ  તથા મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે કમોસમી વરસાદ વરસ્યો હતો.વરસાદી માહોલથી મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં વાતાવરણ ઠંડુ થઇ ગયું હતું. જાેકે ત્યારબાદ મુંબઇ સહિત મહારાષ્ટ્રના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાઇ રહ્યો  છે.વાતાવરણ ગરમ બની રહ્યું છે.હાલ નવેમ્બર પૂરો થયો અને ડિસેમ્બર શરૃ થઇ ગયો હોવા છતાં શિયાળાની ફૂલગુલાબી ઠંડીની અસર વરતાતી નથી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More