Gujarat: કઈ શાળા બેસ્ટ? સરકારી કે ખાનગી? ગુજરાતમાં આટલા લાખ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં મેળવ્યો પ્રવેશ.. જાણો આંકડા.

Gujarat: ૨૦૨૪-૨૫માં અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધુ કુલ ૩૭ હજાર બાળકોએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે

by Hiral Meria
Which school is the best Government or private So many lakh students got admission in government schools from private in Gujarat..

News Continuous Bureau | Mumbai

Gujarat: ગુજરાત રાજ્યમાં બાલવાટિકાથી લઈને ધોરણ – ૧૨ સુધી કુલ ૨.૨૯ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ( Gujarat Students ) ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૨૦૨૪-૨૫માં અમદાવાદ મહાનગરપાલિકામાં ( Ahmedabad Municipality ) સૌથી વધુ કુલ ૩૭ હજાર બાળકોએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે,   તો  સરહદી જિલ્લા બનાસકાંઠામાં ૧૦ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળાઓમાં  પ્રવેશ્યા છે.  

ગુજરાતમાં સરકારી શાળાઓમાં ( Government Schools ) ગુણવત્તાયુકત શિક્ષણ અને અત્યાધુનિક માળખાગત સુવિધાઓના પગલે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રહ્યા છે. સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, રમત-ગમતના મેદાન અને પોષણયુક્ત મધ્યાહન ભોજન તેમ જ ગરીબ વિદ્યાર્થીઓને ગણવેશ જેવી સુવિધાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. 

Gujarat:  ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે બજેટમાં વૃદ્ધિ પણ કરી છે.

“સૌ કોઈ ભણે” ના ધ્યેયમંત્ર સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ( Bhupendra Patel ) નેતૃત્વમાં ગુજરાત સરકારે ( Gujarat Government ) શિક્ષણ ક્ષેત્રે બજેટમાં વૃદ્ધિ પણ કરી છે. વર્ષ ૨૦૨૩-૨૪માં ગુજરાત સરકારે કુલ રૂપિયા ૫૫,૧૧૪ કરોડની માતબર રકમની જોગવાઈ કરી છે. 

  • ગુજરાતમાં ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં 2.29 લાખથી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યો પ્રવેશ
  • અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધુ કુલ ૩૭,૭૮૬ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો
  • સુરત મહાનગરપાલિકાના કુલ ૨૨,૮૯૨ વિદ્યાર્થીઓ,  વડોદરા મહાનગરપાલિકામાં કુલ ૧૦,૬૦૨ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો

આ સમાચાર પણ વાંચો: Acharya Devvrat: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ કાર્યક્રમમાં કર્યો ખેડૂતો સાથે સંવાદ, કહ્યું ‘ ગુજરાતમાં 9 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા..’

  • રાજકોટ મહાનગરપાલિકામાં કુલ ૬,૨૦૪ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો
  • બનાસકાંઠા જિલ્લામાં ૧૦,૨૨૮ વિદ્યાર્થીઓએ જ્યારે  મહેસાણામાં ૮,૨૬૭ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો
  • સરકારી શાળાઓમાં ગુણવત્તાયુકત શિક્ષણ અને અત્યાધુનિક માળખાગત સુવિધા 
  • કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, રમત-ગમત મેદાન, પોષણયુક્ત મધ્યાહન ભોજન સહિતની સુવિધા
  • રાજ્ય સરકારે વર્ષ 2023-24માં શિક્ષણ ક્ષેત્રે કુલ રૂ.૫૫,૧૧૪ કરોડની જોગવાઈ કરી
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિક્ષણક્ષેત્રે આવી રહ્યું છે પરિવર્તન

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Join Our WhatsApp Community

You may also like