Site icon

Gujarat: કઈ શાળા બેસ્ટ? સરકારી કે ખાનગી? ગુજરાતમાં આટલા લાખ વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં મેળવ્યો પ્રવેશ.. જાણો આંકડા.

Gujarat: ૨૦૨૪-૨૫માં અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધુ કુલ ૩૭ હજાર બાળકોએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે

Which school is the best Government or private So many lakh students got admission in government schools from private in Gujarat..

Which school is the best Government or private So many lakh students got admission in government schools from private in Gujarat..

News Continuous Bureau | Mumbai

Gujarat: ગુજરાત રાજ્યમાં બાલવાટિકાથી લઈને ધોરણ – ૧૨ સુધી કુલ ૨.૨૯ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ( Gujarat Students ) ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૨૦૨૪-૨૫માં અમદાવાદ મહાનગરપાલિકામાં ( Ahmedabad Municipality ) સૌથી વધુ કુલ ૩૭ હજાર બાળકોએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે,   તો  સરહદી જિલ્લા બનાસકાંઠામાં ૧૦ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળાઓમાં  પ્રવેશ્યા છે.  

Join Our WhatsApp Community

ગુજરાતમાં સરકારી શાળાઓમાં ( Government Schools ) ગુણવત્તાયુકત શિક્ષણ અને અત્યાધુનિક માળખાગત સુવિધાઓના પગલે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી રહ્યા છે. સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, રમત-ગમતના મેદાન અને પોષણયુક્ત મધ્યાહન ભોજન તેમ જ ગરીબ વિદ્યાર્થીઓને ગણવેશ જેવી સુવિધાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. 

Gujarat:  ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે બજેટમાં વૃદ્ધિ પણ કરી છે.

“સૌ કોઈ ભણે” ના ધ્યેયમંત્ર સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ( Bhupendra Patel ) નેતૃત્વમાં ગુજરાત સરકારે ( Gujarat Government ) શિક્ષણ ક્ષેત્રે બજેટમાં વૃદ્ધિ પણ કરી છે. વર્ષ ૨૦૨૩-૨૪માં ગુજરાત સરકારે કુલ રૂપિયા ૫૫,૧૧૪ કરોડની માતબર રકમની જોગવાઈ કરી છે. 

આ સમાચાર પણ વાંચો: Acharya Devvrat: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ કાર્યક્રમમાં કર્યો ખેડૂતો સાથે સંવાદ, કહ્યું ‘ ગુજરાતમાં 9 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા..’

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

BARC fake scientist case: BARC વૈજ્ઞાનિકનો નકલી કેસ: ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવનાર ઝારખંડનો સાયબર કાફે માલિક ઝડપાયો
BEST: BESTના લોકાર્પણ પહેલાં જ વિવાદ: પ્રસાદ લાડના સમર્થકોએ બેનર લગાવી ગુસ્સો વ્યક્ત કર્યો
Eknath Khadse: ખડસે પરિવાર પર આફત: નેતાના બંગલામાં ચોરી, પુત્રવધૂના પેટ્રોલ પંપ પર લૂંટ; પોલીસે ગુનો નોંધ્યો
Uddhav Thackeray: દ્ધવ ઠાકરેનો અમિત શાહ પર ગંભીર પ્રહાર: ‘એનાકોન્ડા’ કહી મુંબઈને ગળી જવાનો લગાવ્યો આરોપ
Exit mobile version