ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
ગત વર્ષે માર્ચમાં લૉકડાઉન શરૂ થયું ત્યારથી અત્યાર સુધી ઑનલાઇન શાળાઓ ચાલી રહી છે. એ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં નેટવર્કની સમસ્યા હોવાથી ત્યાંનાં બાળકો સામે ઑનલાઇન શિક્ષણ બાબતે ઘણી અડચણો આવી રહી છે. લાખો ગ્રામીણ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી ગયા છે. એવામાં તેમના માટે સાધનોની વ્યવસ્થા કરવાને બદલે શાળાકીય શિક્ષણ વિભાગે શાળાઓના સમારકામ માટે ૨૦૦ કરોડ ખર્ચવાની મંજૂરી આપી છે.
મરાઠવાડામાં ૭૧૮ શાળાઓના ૧,૬૨૩ વર્ગના પુન:બાંધકામ થશે તેમ જ ૧,૦૫૦ શાળાઓનું સમારકામ કરવામાં આવશે. રાજમાતા જીજાબાઈ શૈક્ષણિક ગુણવત્તા વિકાસ અભિયાન હેઠળ આ કામ થશે.
ગણેશોત્સવ શરૂ થઈ ગયો છતાં આટલા મંડપો હજી પાલિકાની પરવાનગી મળે એની રાહ જોઈ રહ્યા છે
સવાલ એ છે કે જે શાળાઓ અડચણમાં છે તેમને વેતન ઇતર અનુદાન આપવું જરૂરી છે. જે શાળાકીય શિક્ષણ વિભાગના સીએસઆરના ફંડમાંથી લાખો બાળકોના ઑનલાઇન શિક્ષણ માટે સાધનો ઉપલબ્ધ કરી શકાય છે, પરંતુ એ બધું ન કરતાં ફક્ત કૉન્ટ્રૅક્ટરનું ભલું કરવા માટે શાળાના સમારકામની યોજના બની રહી હોવાનો આરોપ શિક્ષક એમએલએ નાગો ગાણારે કર્યો છે.