Site icon News Continuous Bureau | Mumbai

White Onion Export: કેન્દ્ર સરકારની સફેદ ડુંગળી નિકાસની દરેક રાજ્ય માટે અલગ અલગ નીતીઓથી, ખેડુતો ભરાયા રોષે, આપી લોકસભા ચૂંટણીને લઈને આ ચેતવણી..

White Onion Export: કેન્દ્ર સરકાર જુદા જુદા રાજ્યો માટે અલગ અલગ ડુંગળી નિકાસ નીતિના કારણે ડુંગળી ઉત્પાદક ખેડૂતો હાલ આક્રમક બન્યા છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાંથી ડુંગળીની વિદેશમાં નિકાસ કરવાની મંજૂરી આપી છે. પરંતુ મહારાષ્ટ્રની ડુંગળીની નિકાસ કરવાનો ઇનકાર કરી દીધો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો વચ્ચે ભેદભાવ કરી રહી છે.

White Onion Export Policies Spark Farmer Anger Ahead of Lok Sabha Elections in Maharashtra

White Onion Export Policies Spark Farmer Anger Ahead of Lok Sabha Elections in Maharashtra

News Continuous Bureau | Mumbai

White Onion Export: કેન્દ્ર સરકારે ફરી એકવાર મહારાષ્ટ્રના ખેડૂતોને નારાજ કર્યા છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાંથી ( Gujarat ) બે હજાર મેટ્રિક ટન સફેદ ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના ગુજરાતમાંથી ડુંગળીની નિકાસને મંજૂરી આપવાના નિર્ણયનો પડઘો હવે મહારાષ્ટ્રમાં પણ પડયો છે. આ નિર્ણય બાદ નાશિકમાં ખેડૂતો આક્રમક બન્યા છે. કેન્દ્ર સરકારે તાત્કાલિક મહારાષ્ટ્રના કાંદાને નિકાસને મંજૂરી આપવી જોઈએ, નહીં તો તેના પરિણામો લોકસભાની ચૂંટણીમાં જોવા મળશે. તેમજ ખેડૂતો જો ડુંગળીની નિકાસ નહીં કરવામાં તો ચેતવણી આપી છે કે તેઓ મતદાનનો બહિષ્કાર કરશે. સરકાર માત્ર ગુજરાતના ખેડૂતોને જ કેમ લાભ આપી રહી છે? તેવો સવાલ પણ ઉઠ્યો છે. 

Join Our WhatsApp Channel

કેન્દ્ર સરકારની જુદા જુદા રાજ્યો માટે અલગ અલગ ડુંગળી નિકાસ નીતિના ( Onion export policy ) કારણે ડુંગળી ઉત્પાદક ખેડૂતો હાલ આક્રમક બન્યા છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાંથી ડુંગળીની વિદેશમાં નિકાસ કરવાની મંજૂરી આપી છે. પરંતુ મહારાષ્ટ્રની ( Maharashtra Farmers ) ડુંગળીની નિકાસ કરવાનો ઇનકાર કરી દીધો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો વચ્ચે ભેદભાવ કરી રહી છે. તેથી ડુંગળીના મુદ્દે શાસક પક્ષને ચૂંટણીમાં નુકસાન વેઠવું પડશે તેવી ચેતવણી પણ ડુંગળી ખેડૂત સંઘે આપી છે. કેન્દ્ર સરકાર બંને રાજ્યોના ખેડૂતો વચ્ચે ભેદભાવ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Water cut : પાણી ભરીને રાખજો, કાંદિવલી બોરીવલીમાં આ તારીખે 24 કલાક માટે રહેશે પાણીકાપ.. જાણો કારણ..

White Onion Export: મહારાષ્ટ્રમાં નિકાસ બંધ થવાને કારણે દરેક ખેડૂતને લાખોનું નુકસાન થઈ રહ્યું છે…

સફેદ ડુંગળીની નિકાસ માટે નોટિફિકેશનમાં એવી કોઈ શરત નથી કે તે માત્ર નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ ( NCEL ) દ્વારા જ નિકાસ કરવામાં આવશે. નોટીફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે નિકાસ મુંદ્રા અને પીપાવાવના ગુજરાતી બંદરો અથવા મુંબઈના ન્હાવા શેવા બંદર દ્વારા પણ થઈ શકે છે. તેથી મહારાષ્ટ્રમાંથી પણ ડુંગળીની નિકાસને મંજુરી આપવી જોઈએ. મિડીયા રિપોર્ટ અનુસાર, મહારાષ્ટ્ર ઓનિયન પ્રોડ્યુસર્સ એસોસિએશનના પ્રમુખે આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી ( Lok Sabha elections 2024 ) દરમિયાન ગુજરાતમાં ભાજપના નેતાઓ ખેડૂતોના હિતમાં નિર્ણયો લઈ રહ્યા છે. પરંતુ મહારાષ્ટ્રને લઈને કોઈ નિર્ણય લેવામાં અવી રહ્યો નથી. જેમાં ખેડૂતોને ગમે તેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે, પરંતુ મહારાષ્ટ્રના નેતાઓ કેન્દ્ર સરકાર ( Central Government ) સમક્ષ ઝૂકી રહ્યા છે. હાલ મહારાષ્ટ્ર ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન કરતો રાજ્ય છે. તેથી મહારાષ્ટ્રમાં નિકાસ બંધ થવાને કારણે દરેક ખેડૂતને લાખોનું નુકસાન થઈ રહ્યું છે.

મિડીયા રિપોર્ટ અનુસાર, ખેડૂત આગેવાનોએ આ અંગે નિવેદનોમાં કહે છે કે, ગુજરાતમાં સફેદ ડુંગળીનું ઉત્પાદન થાય છે. આ ડુંગળી ભાવનગર અને અમરેલી જેવા જિલ્લાઓમાં ઉગે છે. અહીં 7મી મેના રોજ ચૂંટણી યોજાશે. સફેદ ડુંગળીનું 80 ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે, જ્યારે 20 ટકા મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં થાય છે.

Stock Market Crash દલાલ સ્ટ્રીટમાં હાહાકાર: અચાનક આવેલી મંદીથી રોકાણકારોના 5 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં ક્યાંથી આવ્યો મોટો ઘટાડો?
Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
True Owner of Jio Mukesh Ambani Leadership અંબાણી પરિવારનો માસ્ટરપ્લાન જિઓના મુખ્ય સૂત્રો કોના હાથમાં? જાણો કંપનીના અસલી માલિક અને વહીવટકર્તા વિશે
EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી
Exit mobile version