ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૩ એપ્રિલ 2021
મંગળવાર
રાજ્ય સરકારે ઇમરજન્સી સેવાઓને કામ કરવાની છૂટ આપી છે પરંતુ તેની સાથે જ અનેક એવી જગ્યાઓ છે જ્યાં હવે કામ કરવાની સંપૂર્ણ રીતે છૂટ નથી. આ જગ્યાઓ નીચે મુજબ છે.
સિનેમા હોલ, નાટક થિયેટર અને ઓડિટોરિયમ
એમ્યુઝમેન્ટ પાર્ક, વિડીયો ગેમ પાર્લર અને વોટરપાર્ક
ક્લબ, સ્વિમિંગ પૂલ, જીમનેશિયમ અને સ્પોર્ટસ કોમ્પ્લેક્સ
ફિલ્મનું શૂટિંગ બંધ, તેમજ તમામ પ્રકારનું શૂટિંગ બંધ
તમામ દુકાનો, મોલ, શોપિંગ સેન્ટર
તમામ સાર્વજનિક ગાર્ડન અને સાર્વજનિક ઉપયોગની વસ્તુઓ
તમામ ધાર્મિક સ્થળો, મંદિરો વગેરે
હજામની દુકાન, મસાજ પાર્લર, બ્યુટી પાર્લર
તમામ શાળાઓ અને કોલેજ. માત્ર અને દસમાં બારમા ધોરણની પરીક્ષા સંદર્ભે થોડી છૂટ આપવામાં આવશે
તમામ પ્રાઇવેટ કોચિંગ ક્લાસ બંધ
તમામ રાજનૈતિક અને સામાજિક કાર્યક્રમો બંધ
લગ્ન સમારોહમાં માત્ર 25 જણાંને પરવાનગી
મૃતકોને શ્રદ્ધાંજલિ તેમજ અંતિમ યાત્રા માટે ૨૦ જણાઓ ને પરવાનગી