Gujarat Rain Ambalal Patel:આગાહીવાળા અંબાલાલ પટેલ કોણ છે? જેની આગાહી બાદ ખેડૂતથી લઈ બિઝનેસમેન પણ દોડતા થઈ જાય છે… જાણો હવામાન નિષ્ણાત વિશે..

Gujarat Rain Ambalal Patel:અંબાલાલ પટેલને કોઈ ઓળખની જરુર નથી, કારણ કે, આજે સૌ કોઈ તેના નામથી જાણે છે. હવામાનમાં જો કાંઈ ફેરફાર થાય તો પણ સૌ કોઈ અંબાલાલ પટેલની આગાહીની રાહ જોતા હોય છે.

by Akash Rajbhar
Gujarat Rain Ambalal Patel Who is the forecaster Ambalal Patel

 News Continuous Bureau | Mumbai 

Gujarat Rain Ambalal Patel: વિવિધ વર્તમાન પત્રોમાં અને TV માં આગાહીઓ વાંચીને સાંભળીને સમગ્ર ગુજરાતના લોકોના મોંઢે જે નામ આવે એ છે – તે છે અંબાલાલ દા.પટેલનું ! એમનું વતન ચુંવાળ વિસ્તારના અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાનું રૂદાતલ ગામ છે. એમનો જન્મ 1947માં થયો છે. પૂરું નામ અંબાલાલ દામોદરદાસ પટેલ. પત્નીનું નામ ગૌરીબેન. બે દિકરા અને એક દીકરી છે. મોટો દિકરા રાજેન્દ્રભાઈ ધાંગધ્રા મુકામે હોસ્પિટલ ધરાવે છે, જે અગાઉ અમેરિકા હતા. નાના દિકરા સતીશ પટેલ ‘માસ્ટર ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી’ થયેલ છે અને ઓસ્ટ્રેલિયામાં પ્રાઈવેટ બિઝનેસ સંભાળે છે. દીકરી અલકા પણ ડૉક્ટર છે.
અંબાલાલનો વારસાગત ધંધો ખેતી, અભ્યાસ પણ આણંદની એગ્રિકલ્ચર કોલેજમાંથી કૃષિ સ્નાતક(B.Sc Agri.)નો અને નોકરી પણ બીજ પ્રમાણન એજન્સીમાં સુપરવાઈઝર અને છેલ્લે આસિસ્ટન્ટ ડાયરેક્ટરના હોદા સુધી પહોંચનાર આ અંબાલાલ પટેલ ચીલો ચાતરીને પણ આવી આગાહીઓ કરવા લાગે અને બધી જ આગાહીઓ સાચી પડે ત્યારે આશ્ચર્ય જરૂર થાય. તેઓનો જ્યોતિષ વિષય ન હોવા છતાંય કે એ માટેની કોઈ ઉપાધિ(ડિગ્રી) પણ મેળવેલ ન હોવા છતાંય એ સચોટ આગાહીઓ કરતા હોય ત્યારે આશ્ચર્ય બેવડું, તેવડું કે અનેક ગણું વધી જાય અને આ અંબાલાલ તરફ અહોભાવ પેદા થાય એ સ્વાભાવિક છે .

આ સમાચાર પણ વાંચો:Maharashtra Politics: મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ફટકો એક ધારાસભ્ય ભાજપમાં જોડાશે

મૂળ તો ખેડૂત પુત્ર અને ખેતીનું ભણેલા હોય. એમને વરસાદ, હવામાન, ખેતી પાકો વગેરે વિશે જાણવાની સાથે એમને થતું કે જો ખેડૂતોને આ બધી આગોતરી માહિતી મળે તો એ ખેડૂતોને ઉપયોગી થઈ શકે. આમે ખેતી સંપૂર્ણ રીતે કુદરત આધારીત વ્યવસાય છે. સાંજે ખેડૂત એના ખેતરમાં લહેરાતાં પાકને જોઈને ઘરે આવી શાંતિથી નિંદર લેતો હોય છે અને રાત્રે જ હવામાનમાં અચાનક એવો ફેરફાર થઈ જાય ત્યારે સવારે એજ ખેડૂતની બધી જ મહેનત નિષ્ફળ જાય એના જેવી દુ:ખદ પરિસ્થિતિ બીજી કોઈ ન હોઈ શકે. પણ, જો આ બદલાતા હવામાન વિશે આગોતરી આગાહી કરવામાં આવે તો એ ખેડૂતોને ખૂબ જ ઉપયોગી થઈ પડે
એમનું આ મનોમંથન સતત ચાલતું રહ્યું. અને આ મનોમંથનમાંથી જ આગાહીઓરૂપી માખણ નીકળતું રહ્યું જે ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યું છે. સરકાર પણ એમની સલાહ લેવા માંડી. ગુજરાતના મુખ્યમંત્રીઓ ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદી પણ હવામાનનો વર્તારો જાણવા એમની સાથે ચર્ચા કરતા હતા.
એ જ્યોતિષનાં પુસ્તકો વાંચતા. આ પુસ્તકોમાં મેઘમહોદય, પ્રાચીન વર્ષા વિજ્ઞાન, વારાહી સંહિતા ( બૃહદ સંહિતા ), તેમજ ખગોળને લગતાં સૂર્ય ગણિત, ખગોળ ગણિત, ગ્રહણ ગણિત, કુંડળીયા, સાઠ સંવત્સરી કુંડળી, ચોમાસાના વર્તારાનો કોહિનૂર, દેશી વાયુચક્ર જેવાં ઘણાં પુસ્તકોનો તેઓએ અભ્યાસ કર્યો છે.
પોતે જ પોતાના ગુરૂ બની હવામાનને લગતી પહેલી જ આગાહી તેઓએ 1980 ના વર્ષમાં કરેલી અને એ અક્ષરશ: સાચી પડતાં ઘણાંનું ધ્યાન ખેંચાયેલું અને એમનો આત્મવિશ્વાસ વધતો ગયેલો.

આ સમાચાર પણ વાંચો:Lok Sabha polls:ખુલ્યો લાખો કરોડોનો હિસાબ. કોંગ્રેસે નેતાઓને ચૂંટણી લડવા માટે આપ્યા હતા અધધધ પૈસા. રાહુલ ગાંધીને 1.40 કરોડ અને દિગ્વિજયને 50 લાખ
એ પછી તો વિવિધ વર્તમાન પત્રોમાં એમની આગાહીઓ પ્રકાશિત થવા લાગેલી. સંદેશ, જન્મભૂમિ, મુંબઈ સમાચાર વગેરે પંચાંગોમાં પણ એમના લેખો પ્રસિદ્ધ થવા લાગ્યા. ઘણાં સામયિકો પણ અંબાલાલની આગાહીઓની નોંધ લેવા માંડ્યાં. સંદેશ, જીટીપીએલ, દૂરદર્શન, ન્યૂઝ- 18, 24, વી આર લાઈવ, વીટીવી જેવી ચેનલો પણ ” પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ….” આ રીતના સમાચારો પ્રસારીત કરવા લાગી.
એમની આ સિધ્ધિઓની કદરના ભાગરૂપે એમને ઘણા એવોર્ડસ્ પણ મળ્યા છે અને સન્માન પણ થયાં છે.
2003 માં એમને UNO તરફથી ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે. તો, નેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી, ઈન્ટરનેશનલ સીમ્પોસીયમ ઓન એસ્ટ્રોલોજીકલ સાયન્સીઝ 2011, લોકસેવા ટ્રસ્ટ- કરમસદમાં વેસ્ટર્ન સીડ્સ દ્વારા સરદાર પટેલ એવોર્ડ, અખિલ ભારતીય જ્યોતિષ સંસ્થા સંઘ દ્વારા કોમોડીટી એવોર્ડ એનાયત થયેલ છે. ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદ રોટરી કલબ દ્વારા એમનું વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવેલ છે. ઊંઝા ઉમિયા મંદિર સંસ્થા તરફથી પણ એમનું સન્માન કરવામાં આવેલ છે.
વિદેશના કેટલાક વિદ્યાર્થીઓ એમની પાસે હવામાન વિશેની આગાહીઓના અભ્યાસ માટે આવેલા છે પણ આપણે ત્યાંથી આવા અદભૂત અને ઉપયોગી જ્ઞાન મેળવવા માટે હજુ સુધી કોઈ વિદ્યાર્થીઓ એ ઉત્સાહ દર્શાવેલ નથી
ઔધ્યોગિક વિકાસ ગમે એટલો થાય તો પણ ખેતી વિના ચાલી શકે તેમ નથી.અને, હવામાનની આગાહી તો સમગ્ર માનવ જાતિ માટે આશીર્વાદરૂપ છે.

આ સમાચાર પણ વાંચો:Sugar stocks : ઇથેનોલ ઉત્પાદક કંપનીઓને મોટી રાહત, ભારત સરકારે આપ્યો બૂસ્ટર ડોઝ; ખાંડ ના શેરમાં તોફાની તેજી..
સરકાર પણ એમના આ વર્તારા વિશે જાણવા ઉત્સુક રહે છે ત્યારે એજ સરકારે અંબાલાલ પટેલની ભૂકંપની આગાહી કરવા બદલ અટકાયત પણ કરેલી. એમની ભૂકંપ વિશેની આગાહીથી સરકાર દોડતી થઈ ગયેલી. એમની આગાહી સાચી પણ પડેલી. પણ, ” વૈજ્ઞાનિક આધાર સિવાય આવી આગાહી થઈ ન શકે ” એમ કહીને એમની અટકાયત કરવામાં આવેલી.
સચોટ આગાહીઓ કરતા અંબાલાલ પટેલ સમગ્ર ગુજરાત માટે ગૌરવ લઈ શકાય એવું વ્યક્તિત્વ ધરાવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More