Site icon News Continuous Bureau | Mumbai

શિવસેનાના સાંસદ સંજય રાઉતની બોલતી કોણે કરી બંધ? જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

બુધવારે રાજ્યસભામાં નવા ક્રિમિનલ પ્રોસિઝર બિલ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન સંજય રાઉતનો બોલવાનો સમય પૂરો થતા રાજ્યસભાના તાલિકા અધ્યક્ષ(ટેબલ પ્રેસીડન્ટ) તેમને નીચે બેસવા કહ્યું હતું. છતાં તેઓએ બોલવાનું ચાલુ રાખતા તેમનું માઈક બંધ કરી દેવામાં આવ્યું હતું. તેથી રાજ્યસભામાં પણ તેમનો અવાજ બંધ કરવામાં આવ્યો હોવાની ચર્ચા રાજ્કીય વર્તુળમાં થઈ રહી છે.

Join Our WhatsApp Channel

શિવસેનાના સાંસદ સંજય રાઉત પર મંગળવારે ઈડીએ કાર્યવાહી કરી હતી. આ  કાર્યવાહીને સંજય રાઉતે રાજ્કીય બદલાનો ભાગ ગણાવી કેન્દ્ર સરકારની ટીકા કરી હતી હતી. તેમણે રાજયસભામાં નવા બિલ પર ચાલી રહેલી ચર્ચા સમયે નવા કાયદાનો તપાસ એજેન્સી તરફથી ગેરઉપયોગ થવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકાર વિરુદ્ધ બોલનારાઓને ગુનેગાર બનાવી દેવામાં આવે છે. તપાસ યંત્રણાને રાક્ષસ બનાવવામાં આવી રહી છે. તેના કરતા દેશમાં માર્શલ કાયદો લાવો એવી ટીકા પણ સંજય રાઉતે કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં નજીવો વધારો. જાણો તાજા આંકડા અહીં. 

કાયદાનો ગેરઉપયોગ ના થાય એવું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે, પરંતુ કેન્દ્ર સરકાર શું અમારી આંખમાં આંખ મિલાવીને તે કહી શકે છે? એવો સવાલ પણ તેમણે પોતાના ભાષણમાં કર્યો હતો. આ દરમિયાન તેમનો ભાષણનો સમય પૂરો થતા તેમને નીચે બેસવાનું કહેવામાં આવ્યું હતું. છતાં તેઓએ પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું. તેથી તેમનું માઈક બંધ  કરી દેવામાં આવ્યું હતું.

Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Exit mobile version