News Continuous Bureau | Mumbai
રાષ્ટ્રપતિ પદની ચૂંટણી(President election) માટે ઉદ્ધવ ઠાકરે કોને સમર્થન આપશે તેની તરફ સહુ કોઈની નજર છે. ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ભારતીય જનતા પાર્ટી(BJP)ના ઉમેદવારને સમર્થન નહીં આપે તો તેમના સંસદસભ્યો(MPs) નારાજ થશે અને એવી શક્યતા વર્તાઇ રહી છે કે આ તમામ સાંસદ સભ્યો પણ પાર્ટી છોડી દેશે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે પોતાના સાંસદ સભ્યોનું કહ્યું માનશે તો કોંગ્રેસ(Congress) પાર્ટી તેમનો સાથ છોડી દેશે.
કોંગ્રેસ, રાકપા સહિત દેશના વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા છે. તેથી જો ઉદ્ધવ ઠાકરે ભાજપના ઉમેદવારને સમર્થન આપે તો બંને સાથી પક્ષ નારાજ થઇ શકે છે.
આ સમાચાર પણ વાંચો : શિંદે-ફડણવીસ સરકારના મત્રીમંડળનું થશે વિસ્તરણ- જાણો કોને શું મળશે-જાણો વિગત
આમ એક તરફ કૂવો તો બીજી તરફ ઊંડી ખીણ છે. ઉદ્ધવ ઠાકરે માટે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી એક પડકાર અને એક કસોટી બનીને સામે ઊભી છે.