ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર 2021
સોમવાર.
મહારાષ્ટ્રના ગઢચિરોલીમા્ં નકસી હુમલામાં ગયા અઠવાડિયામાં 15 પોલીસ કમાન્ડો શહીદ થઈ ગયા હતા. તમામ પોલીસ કમાન્ડો એલીટ-સી-60 વિંગના સભ્ય હતા. આ વિંગની સ્થાપના 1990માં ખાસ નક્સલવાદનો અંત લાવવા માટે કરવામાં આવી હતી. તેલંગણામાં ગ્રેહાઉન્ડ બળ અને આંધ્ર પ્રદેશમાં એસઓજી વિશેષ યુનિટની માફક જ સી-60ને મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં માઓવાદી હિંસાનો મુકાબલો કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. સી-60 કમાન્ડોના યોગદાનને જોતા તેમને ક્રેક કમાન્ડો પણ કહેવામાં આવે છે. ગઢચિરોલી ની ઘટના બાદ શનિવારે સી-60 વિંગે લગભગ 26 નક્સીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ એન્કાઉન્ટરમાં નક્સીઓનો ટોપનો કમાન્ડર મિલિંદ તેલતુમ્બડે પણ ઠાર મરાયો છે. તેના માથા પર 50 લાખનું ઇનામ હતું. મહારાષ્ટ્રમાં નક્સલવાદના ખતરાને ધ્યામાં રાખીને 1992માં સી-60 કમાન્ડોની ફૌસ તૈયાર કરવામાં આવી હતી. જેમાં પોલીસ ફોર્સના ખાસ 60 જવાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કામ ગઢચિરોલીના તત્કાલિન સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ કે.પી.રઘુવંશીએ કર્યું હતું. સી-60માં સમાવેશ કરવામાં આવતા પોલીસને ગોરિલા યુદ્ધ માટે તૈયાર કરવામાં આવે છે. તેમની ટ્રેનિંગ હૈદરાબાદ, બિહાર અને નાગપૂરમાં કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આ ફોર્સને સૌથી વધુ ખતરનાક માનવામાં આવે છે. તેમને મળતી ગુપ્ત માહિતીને આઘારે આ ફોર્સ આસપાસના વિસ્તારમાં ઓપરેશનને અંજામ આપે છે. સી-60ના જવાનો પોતાની સાથે 15 કિલોના ભાર લઈને ચાલતા હોય છે. જેમાં હથિયાર, ખાવા-પીવાનો સામાન, પાણી, ફર્સ્ટ એડ સહિત અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે. યુદ્ધની સાથે જ સી-60ના કમાન્ડોને નક્સલીઓને સરેન્ડર કરવાનું અને તેમને સમાજની મુખ્ય ધારા સાથે જોડવાનું કામ પણ સોંપવામાં આવ્યું છે. તે માટે યુનિટના સભ્ય નક્સલીઓના પરિવારને મળે છે અને તેમને સમજાવે છે. સરકારી યોજના વિશે તેમને સમજાવે છે. ભારતની તમામ સુરક્ષા ટીમ સી-60 એક માત્ર એવી ફોર્સ છે જે જિલ્લા સ્તર પર તૈયાર કરવામાં આવી છે. તેમ જ ત્યાંના સ્થાનિક વસ્તી માંથી જ લોકોને લેવામાં આવે છે. કારણ કે નક્સલવાદીઓના માફક જ તેઓ પણ તે વિસ્તારથી પરિચિત હોય છે.
મહારાષ્ટ્રના આ મંત્રીએ ગઢચિરોલીમાં નક્સલ પુનર્વસન માટે આટલા કરોડ રૂપિયાની જાહેરાત કરી, જાણો વિગતે