News Continuous Bureau | Mumbai
Gyanvapi Case: વારાણસી જિલ્લા કોર્ટે બુધવારે હિંદુઓને જ્ઞાનવાપી મસ્જિદના સીલબંધ તહેખાનામાં ( Vyasji basement ) પુજા કરવાની મંજૂરી આપી દીધી હતી. નિર્ણય આવતાની સાથે જ બુધવારે રાત્રેથી ‘આરતી’ અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. વારાણસી કોર્ટનો નિર્ણય અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહના પખવાડિયાની અંદર જ આવ્યો છે.
વારાણસી જ્ઞાનવાપી મસ્જિદ ( Gynavapi Masjid ) , 2019 ના સીમાચિહ્નરૂપ સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા અયોધ્યા રામ જન્મભૂમિ ( Ayodhya Ram Janmabhoomi ) જેવી જ વિવાદિત જગ્યા પર છે. બંને જગ્યાના વિવાદોમાં એક સામાન્ય કડી પણ છે – એ છે સમાજવાદી પાર્ટીના દિવંગત નેતા મુલાયમ સિંહ યાદવ.
એક રિપોર્ટ મુજબ, 1993 સુધી, ઉત્તર પ્રદેશના વારાણસીમાં ( Varanasi District Court ) જ્ઞાનવાપી મસ્જિદમાં વ્યાસજી કા તેહખાના નામના તહેખાનામાં નિયમિત આરતી ( Aarti ) અને પૂજા થતી હતી.
આ જગ્યાનો ઇતિહાસ 800 વર્ષથી વધુ જૂનો છે…
અહેવાલો અનુસાર, વ્યાસ જી તહેખાનાનું નામ વ્યાસ પરિવારના નામ પરથી જ રાખવામાં આવ્યું છે. જેઓ 200 વર્ષથી આ તહેખાનામાં પૂજા કરી રહ્યા હતા. પરંતુ તે બાદ મુલાયમ સિંહ યાદવે ડિસેમ્બર 1993માં અહીં પૂજા બંધ કરાવી દીધી હતી. મુલાયમ સિંહ યાદવ સરકારે ડિસેમ્બર 1993માં કોઈપણ ન્યાયિક આદેશ વિના ફક્ત એક સ્ટીલની વાડ ઉભી કરી, જ્ઞાનવાપી સંકુલના વ્યાજી તહેખાનામાં પૂજા બંધ કરાવી દીધી હતી, એમ શૈલેન્દ્ર વ્યાસે કોર્ટની અરજીમાં જણાવ્યું હતું,
જો કે મસ્જિદ સમિતિનું કહેવું છે કે નંદી પ્રતિમા અને મસ્જિદના વઝુખાના વચ્ચે સ્થિત તહેખાનામાં કોઈ પૂજા થતી ન હતી. જો કે, હિંદુઓ દાવો કરે છે કે જ્ઞાનવાપી મસ્જિદ એક મંદિરની જગ્યા પર બનાવવામાં આવ્યુ છે. આ જગ્યાનો ઇતિહાસ 800 વર્ષથી વધુ જૂનો છે અને તે યુદ્ધો, વિનાશ અને પુનઃનિર્માણના પ્રયત્નો દ્વારા ચિહ્નિત થયેલ છે.
જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ એડવોકેટ જૈન કરી રહ્યા છે. એડવોકેટ વિષ્ણુ શંકર જૈને 25 જાન્યુઆરીએ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સર્વેક્ષણ અહેવાલ વાંચતી વખતે જણાવ્યું હતું કે, જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં એક વિશાળ હિંદુ મંદિર અસ્તિત્વમાં છે.
તેમ જ, યુગેશ્વર કૌશલ, દક્ષિણ એશિયન સ્ટડીઝમાં વિશેષતા ધરાવતા વિદ્વાનના જણાવ્યા અનુસાર, મહારાજા જયચંદ્રએ આશરે 1170-89 એડીમાં તેમના રાજ્યાભિષેક પછી આ સ્થળ પર એક ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું હતું. દરમિયાન મુઘલ સમ્રાટ ઔરંગઝેબે 1669માં કાશી વિશ્વેશ્વર મંદિરનો નાશ કર્યો હોવાનું માનવામાં આવે છે અને તેના અવશેષોની ટોચ પર હાલની જ્ઞાનવાપી મસ્જિદ બનાવવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Cabinet : મંત્રીમંડળે મે, 2009થી નવેમ્બર, 2015નાં ગાળા માટે ખાતર (યુરિયા)ને સ્થાનિક ગેસનો પુરવઠો પૂરો પાડવા માર્કેટિંગ માર્જિનને મંજૂરી આપી
મુલાયમ સિંહ યાદવે પુજાને બંધ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવવા માટે કાયદો અને વ્યવસ્થા માટે જોખમ હોવાનું ટાંક્યું હતું…
અહેવાલો અનુસાર, કમ્પાઉન્ડમાં ચાર તહેખાનાઓ છે અને તેમાંથી એક હજુ પણ વ્યાસ પરિવાર પાસે છે. ડીસેમ્બર 1993માં મુલાયમ સિંહ યાદવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ વ્યાસ પરિવાર દ્વારા કરવામાં આવતી તહેખાનામાં પૂજાને બંધ કરવામાં આવ્યું હતું. મુલાયમ સિંહ યાદવે આ નિર્ણયને યોગ્ય ઠેરવવા માટે કાયદો અને વ્યવસ્થા માટે જોખમ હોવાનું ટાંક્યું હતું.
આ ઉપરાંત ઑક્ટોબર 1990માં મુલાયમ સિંહ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન હતા જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ અયોધ્યામાં તત્કાલીન વિવાદિત રામ જન્મભૂમિ સ્થળ પર રામ મંદિરના નિર્માણ માટે વિશાળ ‘કાર સેવા’નું આયોજન કર્યું હતું.
તેના જવાબમાં, તત્કાલિન સીએમ મુલાયમ સિંહ યાદવે ( mulayam singh yadav ) VHPના રામ મંદિર ‘કાર સેવા’ને નિષ્ફળ બનાવવા માટે 30 ઓક્ટોબર, 1990ના રોજ ઉત્તર પ્રદેશ આર્મ્ડ કોન્સ્ટેબલરીના લગભગ 28,000 જવાનોને અયોધ્યામાં તૈનાત કર્યા હતા. તેમ જ મુલાયમ સિંહ યાદવે એવી પણ બડાઈ કરી હતી કે, “અયોધ્યા મેં પરિંદા ભી પર નહીં માર સકતા,”.
દરમિયાન VHP કાર સેવકો વિવાદિત બાબરી મસ્જિદ સ્થળ પર પહોંચ્યા, પોલીસ બેરીકેટ્સ હટાવતા પસાર થયા અને હાલ તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદ પર ભગવા ધ્વજ ફરકાવવામાં આવ્યા હતા. જો કે સત્તાવાર રેકોર્ડ્સ કહે છે કે 30 ઓક્ટોબર અને 2 નવેમ્બરના રોજ મુલાયમના આદેશથી કરાયેલા પોલીસ ગોળીબારમાં 20 લોકો માર્યા ગયા હતા, પ્રત્યક્ષદર્શીઓના અહેવાલો અનુસાર મૃતકોની સંખ્યા આનાથી વધુની હતી.
આ સમાચાર પણ વાંચો : Union Cabinet : મંત્રીમંડળે પશુપાલન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડના વિસ્તરણને મંજૂરી આપી
આ રીતે મુલાયમે વારાણસીમાં જ્ઞાનવાપી અને અયોધ્યાની રામજન્મભૂમિ બંને વિવાદીત જગ્યા પર તેની છાપ છોડી છે. જો કે, હવે અયોધ્યામાં એક ભવ્ય રામ મંદિર બની ગયુ છે અને ASI રિપોર્ટ અને જિલ્લા કોર્ટનો ચુકાદો પણ હિન્દુ અરજદારો માટે પ્રોત્સાહન તરીકે આવ્યો છે.