News Continuous Bureau | Mumbai
Amit Shah: ભાજપના નેતા, અગ્રણી સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ સોમવારે મહારાષ્ટ્રના ધુલેમાં એક ચૂંટણી રેલીને ( Election rally ) સંબોધિત કરી હતી. આ વખતે અમિત શાહે પોતાના ભાષણમાં ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યુ હતું. અમિત શાહે તેમના ભાષણમાં કહ્યું હતું કે, તેઓ તેમના ભાષણની શરૂઆત આઝાદીના નાયક વીર સાવરકરને શ્રદ્ધાંજલિ આપીને કરી રહ્યા છે, જેમનું નામ ઉદ્ધવ ઠાકરેએ હાલમાં લેવાનું બંધ કરી દીધું છે. આ વખતે અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને 5 સવાલ પૂછ્યા હતા.
Amit Shah: નરેન્દ્ર મોદી સરકાર આવ્યા બાદ ભારત તરફ જોવાની હિંમત કોઈએ દેખાડી તો સર્જિકલ સ્ટ્રાઈક કરવાની હિંમત નરેન્દ્ર મોદી સરકારે બતાવી…
–કોંગ્રેસના ( Congress ) નેતાઓ આતંકવાદી કસાબનું સમર્થન કરે છે. શું ઉદ્ધવ ઠાકરે આ મુદ્દે કોંગ્રેસના નેતાઓ સાથે છે? તેમણે મહારાષ્ટ્રની જનતાને આનો જવાબ આપવો જોઈએ.
-કોંગ્રેસ ત્રિપલ તલાક કાયદાને રદ્દ કરવાની વાત કરી રહી છે. શું આ મામલે ઉદ્ધવ ઠાકરે તેમની સાથે છે?
આ સમાચાર પણ વાંચો : IPGL: શાહિદ બેહેશ્તી પોર્ટ ટર્મિનલ, ચાબહારના વિકાસ માટે લાંબા ગાળાના મુખ્ય કરાર પર IPGL અને ઈરાનના PMO વચ્ચે હસ્તાક્ષર થયા
-કોંગ્રેસ પાર્ટી મુસ્લિમ પર્સનલ લો લાગુ કરવા માંગે છે. શું ઉદ્ધવ ઠાકરે આ મુદ્દે રાહુલ ગાંધી સાથે સહમત છે?
-કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી વીર સાવરકરનો વિરોધ કરે છે. શું ઉદ્ધવ ઠાકરે રાહુલ ગાંધી સાથે છે?
-સ્ટાલિન અને તેના સનાતન ધર્મનો વિરોધ કરી રહ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજે પોતાનું સમગ્ર જીવન હિંદુ સ્વરાજની સ્થાપના માટે ખર્ચી નાખ્યું. તે સનાતન ધર્મનો તેઓ વિરોધ કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે તેમની સાથે હાથ મિલાવે છે. તો તેમણે મહારાષ્ટ્રની જનતાને સમજાવવું જોઈએ કે જે સનાતન ધર્મની વિરુદ્ધમાં છે તેને ઉદ્વવ ઠાકરે શું કામ સમર્થન કરે છે? આવા સવાલો અમિત શાહે ઉદ્વવ ઠાકરેને પૂછ્યા હતા.
અમિત શાહે લોકોને સંબોધતા વધુમાં કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મતદારોને જવાબ આપવો જોઈએ કે તેઓ આમંત્રણ હોવા છતાં અયોધ્યામાં રામ મંદિરના સમર્પણ સમારોહમાં કેમ ન ગયા. મુસ્લિમ સમુદાયના મત માટે ઉદ્વવ ઠાકરે અયોધ્યા ગયા નથી. સોનિયા ગાંધીના નેતૃત્વમાં કેન્દ્રમાં મનમોહન સિંહની સરકાર હતી. તે સરકારમાં શરદ પવાર પણ મંત્રી હતા. તે દસ વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતમાં અનેક બોમ્બ વિસ્ફોટ થયા. પરંતુ નરેન્દ્ર મોદી સરકાર આવ્યા બાદ ભારત તરફ જોવાની હિંમત કોઈએ દેખાડી તો સર્જિકલ સ્ટ્રાઈક કરવાની હિંમત નરેન્દ્ર મોદી સરકારે બતાવી.