News Continuous Bureau | Mumbai
શિવસેના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી(Maharashtra CM Uddhav Thacekaray) ઉદ્ધવ ઠાકરે ની ભૂમિકા પર હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આરોપ કરનારાઓ એવી વાત પણ કરી રહ્યા છે કે આ તમામ ધારાસભ્યો(MLAs) ઉદ્ધવ ઠાકરેના ઈશારા પર મહારાષ્ટ્ર છોડી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા કંઈક બીજી હોય તેવું લાગે છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ને જ્યારે એકનાથ શિંદે(Eknath Shinde) ના બંડ વિશે ખબર પડી ત્યારે તેઓ ઓવર કોન્ફિડન્સમાં રહ્યા હતા. એકનાથ શિંદે પાસે માત્ર ૨૦ ધારાસભ્ય હતા. આ એક એવો સમય હતો જ્યારે રાજ્ય સરકાર(State Govt)ની મશીનરીનો ઉપયોગ કરીને ઉદ્ધવ ઠાકરે બચેલા તમામ ધારાસભ્યોને પોતાની પાસે રોકી શક્યા હોત. જો તેમણે આવું કર્યું હોત તો એકનાથ શિંદે પાસે પૂરતી સંખ્યામાં ધારાસભ્યો મોજૂદ ન હોવાને કારણે તેમની પક્ષમાંથી હકાલપટ્ટી પણ થઈ શકી હોત અને સાથે જ મહારાષ્ટ્રની સરકાર પણ સુરક્ષિત રહી શકવાની શક્યતા હતી. પરંતુ ઉદ્ધવ ઠાકરેએ વાતને ઘણી સહજતાથી લીધી અને ઓવર કોન્ફિડન્સ માં તમામ ધારાસભ્યોને મુંબઈ(Mumbai) બોલાવવાની કોઈ જલદી કરી નહીં. પરિણામ સ્વરૂપ પોતપોતાના મત ક્ષેત્રોમાંથી ધારાસભ્યો સુરત(Surat) અને ગુવાહાટી(Guwahati) માટે રવાના થઇ ગયા. હવે જ્યારે ધારાસભ્યો હાથમાંથી નીકળી છૂટ્યા છે ત્યારે કાયદાનો સહારો લઇ અને ઉદ્ધવ ઠાકરે ધારાસભ્યોને ડિસમિસ કરાવવા માંગે છે. આ સંદર્ભે નો પત્ર તેમણે ઉપસભાપતિ ને મોકલી આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેની ઉલટી ગણતરી શરૂ- આજે માતોશ્રીમાં શિવસેનાની બેઠકમાં માત્ર આટલા ધારાસભ્યો જ રહ્યા ઉપસ્થિત
હવે સવાલ એવો ઉભો થાય છે કે ઉદ્ધવ ઠાકરેએ તમામ ધારાસભ્યોને પકડી રાખવા માટે તાત્કાલિક પગલાં કેમ ન લીધા? એટલું જ નહીં પરંતુ મહારાષ્ટ્રના ગુપ્તચર વિભાગે એકનાથ શિંદે સંદર્ભે માહિતી કેમ પૂરી ન પાડી?
આ બધા પ્રશ્નોને કારણે ઉદ્ધવ ઠાકરે ની ભૂમિકા પર અત્યારે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે.