ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ એપ્રિલ 2021
સોમવાર
એક કહેવત છે 'છાશ છાગોળે, ભેંસ ભાગોળે, અને ઘરમાં ધમાધમ' કંઈક આવી જ હાલત મહારાષ્ટ્ર સરકારની છે. અહીં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા અને મંત્રી એવા નવાબ મલિકે એક તારીખથી મહારાષ્ટ્રની તમામ જનતાને મફત વેક્સિન આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત થઇ ગયા બાદ કોંગ્રેસ પાર્ટીને જોરદાર ગુસ્સો આવ્યો છે. પાર્ટીના નેતા બાળાસાહેબ થોરાતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા નો વિરોધ કર્યો છે. પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે આ રીતે સરકારી નિર્ણયની જાહેરાત કરવાને કારણે પબ્લિસિટી મળે છે. આ યોગ્ય વાત નથી.
આમ વેક્સિનેશન શરૂ થાય કે ન થાય મોજુદા ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીઓની વચ્ચે ઝઘડા જરૂર શરૂ થઈ ગયા છે.
મુંબઈમાં ભલે કોરોના ની પરિસ્થિતિ સુધરતી હોય પરંતુ મહારાષ્ટ્રમાં તો વિકટ અવસ્થા છે. જાણો તાજા આંકડા