Site icon

Swachhata Hi Seva 2024: ગુજરાતની મહાનગરપાલિકાઓમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને વ્યાપક જનપ્રતિસાદ, પબ્લિક ટ્રાન્સપોર્ટ સાફ સફાઈમાં જોડાયા આટલા લાખ નાગરીકો.

Swachhata Hi Seva 2024: ગુજરાતની ૮ મહાનગરપાલિકા અને ૧૫૭ નગરપાલિકાઓમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ને વ્યાપક જનપ્રતિસાદ. પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઈવેની સાફ સફાઈમાં ૧.૧૪ લાખથી વધુ નાગરીકો જોડાયા: ૧,૦૦,૪૩,૨૯૫ કલાકનું શ્રમદાન થકી ૩૦૧ ટન કચરો એકત્રિત કરી ૨૮૯ ટન કચરાનો નિકાલ

Wide public response to the 'Swachhta Hi Seva' campaign in the Municipal Corporations of Gujarat, so many lakhs of citizens joined

Wide public response to the 'Swachhta Hi Seva' campaign in the Municipal Corporations of Gujarat, so many lakhs of citizens joined

News Continuous Bureau | Mumbai 

Swachhata Hi Seva 2024:  ૨ ઑક્ટોબર – મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન‘ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અભિયાનનું આહ્વાન કર્યું છે. વડા પ્રધાનશ્રીના આહ્વાનને ઝીલી લઇ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ થી તા.૩૧ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી “સ્વચ્છતા હી સેવા- ૨૦૨૪” પખવાડિયાની કામગીરી હાથ ધરવામાં આવી છે.ગુજરાતની  ૮ મહાનગરપાલિકા અને ૧૫૭ નગર પાલિકાઓમાં  આ અભિયાન ને વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે એમ શહેરી વિકાસ  વિભાગની યાદીમાં જણાવાયું છે. 

Join Our WhatsApp Community

યાદીમાં ( Gujarat ) વધુમાં જણાવ્યાનુસાર થીમ આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઈવેની સાફ સફાઈમાં ૧,૧૪,૨૨૫ થી વધુ નાગરીકોએ સફાઈ ઝુંબેશમાં ( Cleaning Campaign ) જોડાઈને ૧,૦૦,૪૩,૨૯૫ કલાકનું શ્રમદાન હાથ ધરીને ૩૦૧ ટન કચરો એકત્રિત કર્યો છે  જે પૈકી ૨૮૯ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે અને બાકી રહેલ કચરાના નિકાલની કામગીરી હાલ પ્રગતિમાં છે. 

આ ઉપરાંત રાજયની મહાનગરપાલિકા ( Gujarat Municipality ) અને નગરપાલિકાઓમાં કુલ ૨૧૨૧ ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટની(GVP) સાફ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના ૨૦૫૮ મુખ્ય રસ્તાઓ, ૬૬૪ માર્કેટ વિસ્તાર, ૨૫૭૪ કોમર્શીયલ વિસ્તાર, ૫૩૫૭ રહેણાક વિસ્તારમાં સફાઈ ઝુંબેશ સાથે કુલ ૭૧૪ બ્લેક સ્પોટની પણ સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. તેમજ રાજયની મહાનગરપાલિકા અને નગર પાલિકાઓ માં કુલ ૨૫૦ રેડ સ્પોટ (પાનની પિચકારી) ૨૩૩ યલ્લો સ્પોટની (ખુલ્લામાં યુરીનલ થતા સ્થળ) સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે અને ૧૫૮૯ કમ્યુનીટી/જાહેર શૌચાલય અને યુરીનલની પણ સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  EPFO Data: કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જુલાઈ 2024નો EPFOનો પ્રોવિઝનલ પેરોલ ડેટા કર્યો જાહેર, નોંધાયા આટલા લાખ નવા સભ્યો.

રાજયની મહાનગરપાલિકા/નગર પાલિકાઓમાં સ્વચ્છતા સંદર્ભે જન જાગૃતિ કેળવાય તે આશયથી ૭૬ થી વધુ સ્વચ્છતાના શેરી નાટકનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version