ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 સપ્ટેમ્બર, 2021
રવિવાર
હાલ મહારાષ્ટ્રની સરકાર પર અનેક આરોપો લાગી રહ્યાં છે. ભ્રષ્ટાચારના કારણે મહારાષ્ટ્રની સરકારના ગૃહમંત્રીએ પણ રાજીનામું આપવું પડયું હતું. ભાજપના ડૉ. કિરીટ સૌમૈયાનું ભ્રષ્ટાચાર બાબતે વલણ આકરું બન્યું છે. મીડિયામાં પ્રસારિત માહિતી મુજબ સોમવારે ડૉ. સૌમૈયા વધુ બે કૌભાંડોનો પર્દાફાશ કરવાં જઈ રહ્યાં છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે ઠાકરે સરકારમાં ભ્રષ્ટ મંત્રીઓને બહાર લાવવા માટે ડૉ. કિરીટ સૌમૈયાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું પ્રોત્સાહન છે. તેમજ ભારતીય જનતા પાર્ટી મહાવિકાસ આઘાડીમાં 11 કૌભાંડી મંત્રીઓ અને ધારાસભ્યોની યાદી બનાવી રહી છે. ભાજપના નેતા ડો. કિરીટ સોમૈયા ના રડાર પર સરકારના વધુ બે મંત્રીઓ આવ્યા છે. મીડિયામાં પ્રસારિત અહેવાલ મુજબ સોમૈયાએ ખુલાસો કર્યો હતો કે તેમાંથી એક શિવસેનાનો છે અને એક રાષ્ટ્રવાદીનો છે અને સોમવારે તેઓની પૂછપરછ કરવામાં આવશે.
પહેલા શિવસેના કે રાષ્ટ્રવાદી?
એક ન્યૂઝ ચેનલના ઇન્ટરવ્યુ દરમિયાન ડૉ. સોમૈયાએ આ માહિતી આપી હતી. સોમવારે અમે આ મંત્રીઓની પૂછપરછ કરવા જઈ રહ્યાં છીએ. પરંતુ પાર્ટીએ મને પહેલા શિવસેનાના મંત્રીઓનું કૌભાંડ કાઢવું કે રાષ્ટ્રવાદી મંત્રીઓનું તે નક્કી કરવાની સ્વતંત્રતા આપી છે. તેથી ડૉ. સૌમૈયા નક્કી કરશે કે કોના મંત્રીના કૌભાંડનો પર્દાફાશ પહેલાં કરવો.
આ કૌભાંડો શું છે?
શિવસેના મંત્રી કૌભાંડ ૧૨૦ કરોડ રૂપિયા છે જ્યારે રાષ્ટ્રવાદી મંત્રીનું કૌભાંડ ૧૨૭ કરોડ રૂપિયા છે. તેમાં શિવસેનાના મંત્રીના કૌભાંડ અંગે 4,000 પાનાનો અહેવાલ તૈયાર છે. આવો જ અહેવાલ રાષ્ટ્રવાદીના મંત્રીઓનો તૈયાર છે. આ બંને કૌભાંડો મની લોન્ડરિંગના કેસ છે.શિવ સેનાના મંત્રીએ ભ્રષ્ટાચારના પૈસા પશ્ચિમ બંગાળની એક બનાવટી કંપનીને ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે રાષ્ટ્રવાદી મંત્રીએ સત્તાનો દુરુપયોગ કર્યો હતો અને તેમણે પણ મની લોન્ડરિંગ દ્વારા પૈસા ટ્રાન્સફર કર્યા છે. તેઓએ બંધ કંપનીના નામે બનાવટી બેંક ખાતું બનાવ્યું હતું.