ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ મે ૨૦૨૧
શુક્રવાર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આખરે મહારાષ્ટ્રમાં લાગેલા lockdown સંદર્ભે જવાબ આપ્યો છે. હાલ ઉદ્ધવ ઠાકરે કોંકણના પ્રવાસ પર છે. અહીં રત્નાગિરિ પાસે તેમણે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે મહારાષ્ટ્રમાં કોરોના ખૂબ જ ઝડપથી ફેલાયો. આ અનુભવ પરથી ઘણું બધું શીખવાની જરૂર છે. મીડિયાના પ્રતિનિધિઓએ ઉદ્ધવ ઠાકરેને સીધો પ્રશ્ન પૂછ્યો કે પહેલી જૂન પછી lockdown વધારવામાં આવશે કે કેમ? આ સંદર્ભે તેમણે સ્પષ્ટ જવાબ આપતાં કહ્યું કે ૩૧ મે સુધી એ જોવામાં આવશે કે મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા કેટલી છે, તેમ જ દર્દીઓની સંખ્યા કઈ રીતે વધી રહી છે. આ સંખ્યાના આધારે નક્કી કરવામાં આવશે કે lockdown ચાલુ રાખવું કે નહીં, પરંતુ એક વાત નક્કી છે કે કોઈએ ગાફેલ રહેવાની જરૂર નથી. મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ઘણી મહેનત કરવી પડી છે. આથી અમે સમજી વિચારીને નિર્ણય લઈશું.
એટલે કે ઉદ્ધવ ઠાકરેએ આડકતરી રીતે જણાવી દીધું છે કે lockdown આસાનીથી ખસવાનું નથી.