ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 માર્ચ 2021
નાગપુર અને ત્યારબાદ મુંબઈ અને હવે ત્રીજા ક્રમ પર પૂનામાં કોરોના કેસની સંખ્યા વધુ છે. સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લેતા પુરાના ગાર્ડિયન મંત્રી અજિત પવારે જિલ્લા અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં માત્ર 1300 કેસ હતા જે હવે વધીને 7000 થઈ ચૂક્યા છે. આ તમામ કેસ અત્યારે એક્ટિવ છે. જેને કારણે શહેરના અન્ય લોકો પર ખતરો છે. હાલ ઉના શહેરમાં રાત્રે 11 થી 6:00 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. પરંતુ દિવસ દરમિયાન એવું દેખાઈ રહ્યું છે કે લોકો કોરોના સંદર્ભે લાપરવાહ છે.
આથી પ્રશાસન આ સંદર્ભે કોઈ નિર્ણય લેવા માટે એક અગત્યની બેઠક કરવા જઈ રહ્યું છે.
મહારાષ્ટ્રના બીજા સૌથી મોટા એવા આ શહેરમાં ૭ દિવસનું પૂરેપુરુ લોકડાઉન.
શું મુંબઈમાં ફરી લોકડાઉન?? બીએમસી કમિશનરે કરી સ્પષ્ટતા. જાણો વિગતે
