ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
મહારાષ્ટ્ર સરકાર વેપારી અને સામાન્ય નાગરિકોની દિવાળી સુધારવાના મૂડમાં છે. આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને ટાસ્ક ફોર્સના અધિકારીઓ વચ્ચે મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં અનેક વિષય સંદર્ભે વિસ્તારથી ચર્ચા થઈ. મુંબઈ શહેરના 95% નાગરિકોનું વેક્સિનેશન થયું છે. અલબત્ત, આમાંથી મોટા ભાગના લોકો માત્ર પહેલો ડોઝ લઈ ચૂક્યા છે. આ પરિસ્થિતિમાં રાજ્યના શાસક પક્ષનું માનવું છે કે પ્રતિબંધો હળવા કરવા જોઈએ. આ સંદર્ભે મીડિયામાં પ્રસારિત થયેલા સમાચારમાં જાણવા મળ્યું છે કે દિવાળીના દિવસો દરમિયાન રેસ્ટોરાંને રાત્રે 12 વાગ્યા સુધી કામ કરવાની પરવાનગી મળશે. આ ઉપરાંત દુકાનદારોને મોડી સાંજ સુધી દુકાન ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવશે. જોકે આ સંદર્ભે રાજ્ય સરકારે આધિકારિક રીતે કોઈ જાહેરાત કરી નથી, પરંતુ 22 ઑક્ટોબર પછી સિનેમાઘર ખૂલી જવાનાં છે તેમ જ કૉલેજો પણ ખૂલી રહી છે. આથી તેના એક સપ્તાહ પછી અનેક નિયમો શિથિલ કરવામાં આવે એવી શક્યતા છે.
શું તમે એ વ્યકિતને જાણો છો? જેણે ભગતસિંહ, રાજગુરુ જેવા ક્રાંતિવીરોને મદદ કરેલી; જાણો તેમના વિશે