Site icon

આનંદો !! મુંબઈમાં જોરદાર વરસાદ થતા, પાણી કપાત રદ થઈ શકે છે.. જાણો વિગત કેટલું પાણી ભેગું થયું…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

17 ઓગસ્ટ 2020 

હાલ પાછલા કેટલાક દિવસોથી મુંબઈમાં ચોમાસું બરાબર જામ્યું છે. ભારેથી અતિભારે વરસાદ થવાથી નદી અને મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયો છલકાઈ ગયા છે. આથી હવે પાણી કાપ નહીં કરવામાં આવે એવો ઇશારો મહાનગરપાલિકાના કમિશનર કર્યો છે.

 હમણાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે સાથે જ ઓગસ્ટમાં આવતાં વાર તહેવારોને કારણે ઘરે ઘરે પાણી વપરાશ વધ્યો છે. આગામી દિવસોમાં મુંબઈમાં ઘરે ઘરે ગણેશના આગમનની  તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આવા સમયમાં જો પાણી કાપ કરવામાં આવે તો મુંબઈગરાઓ તકલીફમાં મુકાઈ શકે છે. આથી છેલ્લા થોડા દિવસથી સામાન્ય લોકો માંગ કરી રહ્યા હતા કે તહેવારને ધ્યાનમાં લઈને જે 20 % પાણી કાપ મૂકવામાં આવ્યો છે તેને રદ કરવામાં આવે છે. આ વાતનો બીએમસીના કમિશનરે સકારાત્મક પ્રતિભાવ આપતા મુંબઈગરાઓને રાહત થઇ છે.

મુંબઈને પાણી પહોંચાડે છે તેવા સાત તળાવોમાં રવિવારે સવારે કુલ 75.96 % પાણીની આવક હતી,  જ્યારે ગત રવિવારે સવાર સુધીમાં 50.53 % જેટલી પાણીની આવક હતી. આ સમયે 2019 માં, તળાવોમાં પાણીનો ઉપયોગી પાણી 93.69 % અર્થાત 10,99,445 મિલિયન લિટર (એમએલ) છે. જે  હાલના ઉપયોગીને જોતા, ઓછામાં ઓછા સાત મહિના કે તેથી વધુ સમય સુધી મુંબઈને પાણી પહોંચાડવા માટે પૂરતું છે.

 નોંધનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાએ ગઈ 5 મી ઓગસ્ટથી મુંબઈમાં 20 ટકા પાણીકાપ મૂક્યો હતો. આ પાણીકાપથી સૌથી વધુ તકલીફ ઘરમાં કામ કરતી મહિલાઓને પડી રહી હતી. હવે ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી પાણીકાપ પૂર્વવત કરવાની તૈયારી પ્રશાસન દ્વારા દર્શાવવામાં આવી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Ahmedabad Railway Division: સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Exit mobile version