ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૧ મે ૨૦૨૧
સોમવાર
રવિવારે મોડી રાત્રે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે એમાં અમુક જોગવાઈઓ સ્પષ્ટ કરવામાં આવી છે. અમુક ઑથૉરિટીને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે.
૧. જે તે મહાનગરપાલિકાની હદમાં કોરોનાનો પૉઝિટિવિટી રેટ 10 ટકાથી ઓછો હોય.
૨. હૉસ્પિટલમાં ૨૫ ટકાથી વધુ ખાટલા ઉપલબ્ધ હોય.
૩. જે તે મહાનગરપાલિકાએ આ સંદર્ભે ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથૉરિટીને આંકડાકીય માહિતી આપતો પત્ર આપવો પડશે.
૪. આ પત્ર મળ્યા બાદ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથૉરિટી નિર્ણય લેશે કે દુકાનો ખોલવાની છે કે નહીં.
તો ખરેખર આજે દુકાન ખોલવી કે નહીં? આ રહ્યો જવાબ
આમ બધું પરિસ્થિતિ ઉપર નિર્ભર કરે છે.
