ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 23 ડિસેમ્બર 2021
ગુરુવાર
મહારાષ્ટ્ર વિધાન સભાએ મહિલાઓ અને બાળકો સામેની હિંસાની ઘટનાઓને રોકવા માટે શક્તિ એક્ટની સંયુક્ત સમિતિના સુધારેલા પ્રસ્તાવને મંજૂરી આપી છે.
આ અંગેના સુધારેલા વિધેયકને આજે મહારાષ્ટ્રના શિયાળુ સત્રના બીજા દિવસે વિધાનસભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે.
આ બિલ હવે મંજૂરી માટે વિધાન પરિષદમાં રજૂ કરવામાં આવશે. બંને ગૃહોમાં મંજૂરી મળ્યા બાદ તેને રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે
આ પછી સંબંધિત બિલને કાયદામાં રૂપાંતરિત કરવામાં આવશે અને તે કાયદો રાજ્ય (મહારાષ્ટ્ર)માં લાગુ કરવામાં આવશે.
આમાં ગેંગ-રેપ અને એસિડ એટેકના આરોપીઓને મૃત્યુદંડની જોગવાઈ છે. આ માટે સ્પેશિયલ કોર્ટ પણ બનાવવામાં આવશે. આ એક એવો કાયદો છે જે આંધ્ર પ્રદેશના કાયદાની જેમ સખત સજાની જોગવાઈ કરે છે.