ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 સપ્ટેમ્બર 2020
આરટીઓનું સંપૂર્ણ કામ હવે ડીજીટલી થઇ ગયું છે.. સોમવારથી દંડ પ્રણાલીને 100% ઇલેક્ટ્રોનિક બનાવાઈ છે. આરટીઓ દ્વારા રાજ્યભરના ઈન્સ્પેકટરો, સહાયક નિરીક્ષકો અને ફ્લાઇંગ સ્કવોડને 250 જેટલા મશીનોનું વિતરણ ઇ-ચલણ માટે કરવામાં આવ્યું છે,
નવનિયુકત રાજ્ય પરિવહન કમિશનરએ જણાવ્યું હતું કે, 'અમે રાજ્યભરના તમામ આરટીઓમાં ઈ.ચલણનો ઉપયોગ કરીશું. મશીનોનો ઉપયોગ જંકશન પર ફરજ બજાવતા આરટીઓ અધિકારી દ્વારા કરવામાં આવશે, જે ઝડપથી પીયુસી, વીમા અને અન્ય દસ્તાવેજો છે કે નહીં તે ચેક કરશે. આ સાથે જ તમામ 250 આરટીઓને કડક સામાજિક અંતર જાળવવા સુચના આપી છે, કારણ કે અઠવાડિયાના બધા દિવસ કચેરીઓ ખુલ્લી રહે છે અને અરજદારો, એજન્ટો, નાગરિકોની આવવાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
ટ્રાન્સપોર્ટ કમિશનરે એવી પણ જાહેરાત કરી હતી કે આરટીઓ તેની વેબસાઇટને યુઝર્સ ફ્રેંડલી બનાવશે.. જેને કારણે નાગરિકો એ આરટીઓ ઓફીસ સુધી નહીં જવું પડે, તેમજ નાની મોટી કાર્યવાહી, ફી , ટેક્સ વગેરેના પ્રશ્નો માટે કોઈ એજન્ટનો સંપર્ક સાધવો નહી પડે.. નવા ફેરફારો સાથે ટૂંક સમયમાં આધુનિક વેબસાઈટ શરૂ થઈ જશે. જે જરૂરી તમામ દસ્તાવેજોની વિગતો આપશે. લાઇસન્સ અને વાહન નોંધણી તેમજ આરટીઓ સંબંધિત કામ માટેની તમામ હેલ્પલાઈન એક જ સામાન્ય ટોલ ફ્રી નંબરમાં મર્જ કરવામાં આવશે. આમ મહારાષ્ટ્ર મા આરટીઓ ની સેવાઓ આધુનિક અને સરળ થવા જઈ રહી છે. જે માટે માત્ર એક જ નંબર પર સંપર્ક કરવાનો રહેશે..