Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના આ શહેરમાં વૅક્સિન લીધા વગરના લોકોને સાર્વજનિક સ્થળે ફરવું થશે મુશ્કેલ, સ્થાનિક પ્રશાસને લીધો આ નિર્ણય; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 16 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Channel

ગુરુવાર. 

દેશભરમાં કોવિડ-19ના વેક્સિનેશનમાં મહારાષ્ટ્ર અગ્રેસર છે. છતાં હજી રાજ્યના અનેક શહેર જિલ્લામાં લોકો વેક્સિન લેવાનું ટાળી રહ્યા છે. ત્યારે નાશિકમાં હવે વેક્સિન નહીં લેનારાઓને સાર્વજનિક સ્થળે ફરવું મુશ્કેલ થઈ પડવાનું છે. જિલ્લા પ્રશાસને વેક્સિનેશનને લઈને સખત થવાનો નિર્ણય લીધો છે.

મહારાષ્ટ્રમાં માંડ માંડ કોરોના નિયંત્રણમાં આવ્યો છે. જોકે હવે કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનને કારણે ટેન્શન વધી ગયું છે. ત્યારે સરકાર પણ ઝડપથી વેક્સિનેશન ઝુંબેશને પૂરી કરવા માંગે છે. જોકે હજુ પણ અનેક લોકો વેક્સિન લેવાથી દૂર ભાગી રહ્યા છે. પ્રશાસનને લોકો દાદ આપતા નથી. આવા લોકોને સીધા દોર કરવા માટે સાર્વજનિક સ્થળે વેક્સિન વગરના લોકોને એન્ટ્રી નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાને મુદ્દે નાશિકના પાલક પ્રધાન છગન ભુજબળે સ્થાનિક પ્રશાસન સાથે બેઠક કરી હતી, જેમાં આ નિર્ણય લેવામા આવ્યો હતો. આ નિયમ 23 ડિસેમ્બર 2021થી અમલમા મૂકવામાં આવવાનો છે. નાગરિકોને એક અઠવાડિયાની મુદત આપવામાં આવી છે, ત્યારબાદ સાર્વજિક સ્થળ અને એસ્ટાબ્લિશમેન્ટમાં પ્રવેશ કરનારાઓને આ નિયમ લાગુ પડશે. વેક્સિન વગરની કોઈ વ્યક્તિ મળી આવશે તો સંબંધિત એસ્ટાબ્લિશમેન્ટને તે માટે જવાબદાર ગણવામા આવશે.

નાશિકમાં હાલ 401 દર્દી એક્ટિવ છે. જિલ્લામાં કોરોના પોઝિટિવિટી રેટ 0.8 ટકા છે. મ્યુકરમાયક્રોસિસના 12 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

'મેટ્રો મેન' ઇ શ્રીધરને સક્રિય રાજકારણને કહ્યું અલવિદા, જણાવ્યો આગળ શું છે પ્લાન

 

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version