ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૪ મે 2021
મંગળવાર
તમિલનાડુ એક એવું રાજ્ય છે જ્યાં ફિલ્મ અભિનેતા અને નેતાઓ માટે સામાન્ય જનતા ગાંડા જેવું વર્તન કરતી હોય છે. આવો જ એક કિસ્સો ડીએમકેની ચૂંટણી જીત્યા પછી જોવા મળ્યો છે. અહીં વનિતા નામની એક મહિલાએ મુથલમ્મન મંદિરમાં જઈને પોતાની જીભનો બલિદાન આપ્યું.
બંગાળ ની ચૂંટણી : જાણો એવી મહિલા ધારાસભ્ય વિશે જેની સંપત્તિમાં છે એક ઝૂંપડી, ત્રણ ગાય અને ત્રણ બકરી
વાત એમ છે કે આ મહિલાએ બાધા લીધી હતી કે ડીએમકે ચૂંટણી જીતશે તો તે પોતાની જીભ કાપી નાખશે. તે મુજબ બન્ને પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતા તે મંદિરમાં પહોંચી ગઈ અને તેણે પોતાની જીભ કાપવાની વાત મંદિરના પૂજારીને જણાવી. પૂજારીએ આવું કશું જ ન કરવાનું તેને સૂચન આપ્યું. પરંતુ વનિતાએ આ વાત માની નહીં અને મંદિરની બહાર પોતાની જીભ કાપી ને મંદિરના દ્વાર પર પોતાની જીભ ચઢાવીને જતી રહી.
આવુ ગાંડપણ પણ શા કામનું???