News Continuous Bureau | Mumbai
આંધ્રપ્રદેશમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ કૂતરા સામે કેસ દાખલ કર્યો છે અને પોલીસ પાસે માંગ કરી છે કે કૂતરા સામે કાર્યવાહી કરવામાં આવે. મહિલાના કહેવા પ્રમાણે, કૂતરાએ આંધ્રપ્રદેશના સીએમની તસવીર સાથેનું પોસ્ટર ફાડી નાખ્યું હતું. તેથી કૂતરા સામે કાર્યવાહી થવી જોઈએ.
Even dogs are not spared in #AndhraPradesh politics. After a video went viral over a dog tearing CM #Jagan's poster, #TDP woman leader Dasari Udayasree from #Vijayawada sarcastically files police complaint that action should be taken against the dog for insulting CM. pic.twitter.com/HEgaPYqPIS
— Krishnamurthy (@krishna0302) April 13, 2023
વાસ્તવમાં આંધ્રપ્રદેશનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક કૂતરો તેના દાંત વડે દિવાલ પર ચોંટાડેલું પોસ્ટર ફાડતો જોવા મળે છે. પોસ્ટર પર આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીની તસવીર છે. આ વીડિયોને લઈને તેલુગુ દેશમ પાર્ટીની મહિલા નેતા દાસારી ઉદયશ્રીએ વિજયવાડા પોલીસ સ્ટેશનમાં કૂતરા વિરુદ્ધ કેસ દાખલ કરીને કૂતરા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની ઝગમગાટ ને કારણે પાલિકા પર વધ્યો બોજો, શહેરના દરેક વોર્ડના વીજ બિલમાં થયો આટલા ટકાનો વધારો
મીડિયા રિપોર્ટ મુજબ, મહિલાએ કહ્યું કે અમે પોલીસને વિનંતી કરી છે કે તે કૂતરા અને કૂતરા પાછળના લોકોની ધરપકડ કરે જેમણે અમારા પ્રિય મુખ્યમંત્રીનું અપમાન કર્યું છે.