News Continuous Bureau | Mumbai
ગ્રામીણ સ્તરે(Rural level) મહિલાઓને તાત્કાલિક ન્યાય(justice) મળી રહે અને તેમની ફરિયાદને સાંભળવામાં આવે તે માટે મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગ(maharashtra women's commission) આગળ આવ્યું છે.
મહિલા સશક્તિકરણ(Women empowerment) માટે પ્રયાસ કરનારી મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગની અધ્યક્ષ રુપાલી ચાકણકરે “ આપકે દ્વાર પર મહિલા આયોગ“(apake dwar par mahila aayog) કાર્યક્રમની શરૂઆત કરી છે. જે હેઠળ મહિલાઓને તાત્કાલિક રાહત આપવા માટે વિભાગીય સ્તર પર મહિલાઓની ફરિયાદ(Complaints) દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે એવો દાવો કરવામાં આવ્યો છે. જનસુનવણીમાં પોલીસ, પ્રશાસન, કાનૂની સલાહકાર, કાઉન્સેલર વગેરે તેમાં હાજર રહેશે.
આ સમાચાર પણ વાંચો : વધુ એક નામકરણની માંગ, આ ઐતિહાસિક ધરોહરનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ કરવા રસ્તા પર ઉતર્યા લોકો.. જાણો વિગતે..
મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગે બુધવારે સવારે 11.030 વાગે પાલઘરમાં યોજના ભવન, જિલ્લાઅધિકારીની ઓફિસમાં જનસુનવાણી કરવાની છે. આયોગની અધ્યક્ષા રુપાલી ચાકણકર(Rupali chakankar) વ્યક્તિગત રીતે ફરિયાદ પર સુનાવણી કરવાની છે. તેમના કહેવા મુજબ ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને મુંબઈની ઓફિસ સુધી ફરિયાદ માટે લાંબા થવું પડે છે અને સુનાવણીમાં પછી તેઓ હાજર રહી શકતી નથી. તેથી “આપકે દ્વાર પર મહિલા આયોગ“ અભિયાનથી(Campaign) તેમને ફાયદો થશે. જેમાં ખાસ કરીને નવી ફરિયાદનો તાત્કાલિક નિકાલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.