News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં મસ્જિદ પરના લાઉડસ્પીકર(Maharashtra loudspeaker row) હટાવવાથી લઈને હનુમાન ચાલીસા(Hanuman chalisa)ના પાઠનો વિવાદ છંછેડનારા MNSના અધ્યક્ષ રાજ ઠાકરે (Raj Thackeray)અયોધ્યા(Ayodhya)માં જવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર ભાજપે(Maharashtra BJP) રાજ ઠાકરે(Raj Thackeray)ની આ જાહેરાતને વધાવી લીધી છે, પરંતુ ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ભાજપના સાંસદે રાજ ઠાકરેની અયોધ્યાની મુલાકાત સામે વિરોધ કર્યો છે અને ઉત્તર ભારતીયોની માફી માંગ્યા સિવાય અયોધ્યામાં પગ મુકતા નહીં એવી ચેતવણી આપી છે.
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના પૈસરગંજના ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહે (Brij Bhushan Sharan Singh) ગુરુવારે એક પછી એક ટ્વિટ કરીને રાજ ઠાકરે(Raj Thackeray)ની જોરદાર ટીકા કરી હતી. ઉત્તર ભારતીય નાગરિકોનું અપમાન કરવાનો આરોપ કરીને રાજ ઠાકરેએ પહેલા માફી માંગવી એવી માગણી પણ તેમણે કરી છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઇલેક્શન કમિશને કહી દીધી મોટી વાત.. જાણો વિગતે.
રાજ ઠાકરે ઉત્તર પ્રદેશની જનતાની માફી માંગે નહીં ત્યાં સુધી તમે તેમની મુલાકાત લેતા નહીં એવી વિનંતી બ્રિજભૂષણે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન(UP chief minister) યોગી આદિત્યનાથને(Yogi adityanath)કરી છે.