Site icon

NCPનો રાષ્ટ્રીય દરજ્જો ખતમ થયાના બીજા જ દિવસે દેખાઈ અસર, અદાણી મામલે સુપ્રીમો શરદ પવારે પોતાના નિવેદનથી મારી પલટી, હવે આવું બોલ્યાં

News Continuous Bureau | Mumbai

NCP વડા શરદ પવાર, જેમણે અદાણી કેસ પર જેપીસીની સ્થાપના કરવાની વિપક્ષની માંગને ખોટી ગણાવી હતી, હવે તેઓ પોતે જ પોતાના નિવેદનથી ફરી ગયાં છે. તેમણે મંગળવારે કહ્યું કે જો વિપક્ષની એકતા માટે જરૂરી હશે તો હું જેપીસીની રચનાનો વિરોધ નહીં કરીશ. અદાણી પર શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગના અહેવાલ બાદથી ગ્રુપ કંપનીઓમાં તીવ્ર ઉતાર-ચઢાવનો સમય ચાલી રહ્યો છે. આ રિપોર્ટમાં કેટલાક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, જેના સંદર્ભમાં વિપક્ષનું કહેવું છે કે તપાસ માટે જેપીસીની રચના થવી જોઈએ.

Join Our WhatsApp Community

શરદ પવારે એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું, ‘જો વિપક્ષી પાર્ટીઓમાં મારા મિત્રો JPC તપાસનો આગ્રહ કરશે તો હું એકતા ખાતર તેનો વિરોધ નહીં કરું. હું તેમના મત સાથે સહમત નથી, પરંતુ અમે વિપક્ષ તરીકે એક છીએ તે નિર્ણયમાં હું તેમને સમર્થન આપીશ. પરંતુ અમે જેપીસીની તપાસનો આગ્રહ રાખીશું નહીં.

આ સમાચાર પણ વાંચો:  ફ્લાઈટમાં ધમાલ મચાવનાર પ્રવાસીઓને હવે ખેર નહીં, DGCAએ જારી કરી એડવાઇઝરી, એરલાઈન્સને આપ્યા આ આદેશ

શુક્રવારે જેપીસીનાં ગઠનનું સમર્થન નહોતું કર્યું

ઉલ્લેખનીય છે કે શુક્રવારે શરદ પવારના એક નિવેદનને લઈને ઘણો વિવાદ થયો હતો અને વિરોધ પક્ષોએ સવાલો ઉઠાવ્યા હતા. પવારે કહ્યું હતું કે જેપીસીની રચના કરવાનો કોઈ અર્થ નથી. કારણ કે સમિતિમાં ભાજપ બહુમતીમાં હશે અને વિરોધ પક્ષો લઘુમતીમાં હશે.

એકતા જાળવવા સાથ આપીશ- પવાર

પવારે કહ્યું કે જેપીસીની રચના સંસદમાં રાજકીય પક્ષોની સંખ્યાબળના આધારે થાય છે. ભાજપ પાસે 200 થી વધુ સાંસદો છે અને જેપીસીમાં 21 સભ્યો સાથે સૌથી વધુ સભ્યો હશે. તેમાં વિપક્ષના માત્ર 5 થી 6 સાંસદો જ રહેશે. આવી સ્થિતિમાં વિપક્ષના સાંસદો આટલી ઓછી સંખ્યા સાથે કેવી રીતે અસરકારક ભૂમિકા ભજવી શકશે. તે પછી પણ જો વિપક્ષના લોકો જેપીસીની માંગ પર અડગ રહેશે તો હું એકતા જાળવી રાખવા માટે તેમને સમર્થન આપીશ. આ પહેલા તેમણે અદાણીના મામલામાં સંસદને રોકવા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Donald Trump: પુતિનનો મોટો સંકેત: ટ્રમ્પના ૨૮-પોઇન્ટ પીસ પ્લાન પર રશિયન રાષ્ટ્રપતિએ આપી લીલી ઝંડી, યુદ્ધ સમાપ્તિની આશા
Exit mobile version