ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ,6 જાન્યુઆરી 2022
ગુરુવાર.
કોરોનાની વકરતી પરિસ્થિતિને જોતા મહારાષ્ટ્ર સરકારે પોલીસ ખાતામાં પંચાવન વર્ષથી ઉપરના પોલીસ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનો આદેશ આપ્યો છે.
મુંબઈમાં કોરોનાનો ચેપ રોકેટ ગતીએ વધી રહ્યો છે, તેમાં મુંબઈ પોલીસમાં પણ કોરોનાનો ચેપ લાગવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, મુંબઈમાં 24 કલાક દરમિયાન 71 પોલીસને કોરોનાનો ચેપ લાગ્યો છે, ત્યારે રાજયના ચીફ સેક્રેટરીએ પોલીસમાં ચિંતાજનક રીતે કોરોનાનો ફેલાવો થઈ રહ્યો છે, તેથી પોલીસ કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગૃહ પ્રધાન દિલીપ વળસે પાટીલે પંચાવન વર્ષથી ઉપરના પોલીસ કર્મચારી-અધિકારીઓને તાત્કાલિક ધોરણે વર્ક ફ્રોમનો આદેશ આપી દીધો છે. અહીં ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન મોટી ઉમરના પોલીસ કર્મચારીને વર્ક ફ્રોમનો આદેશ આપ્યો હતો.