ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ઑક્ટોબર, 2021
શુક્રવાર
સૌને બૅન્કનું સામાન્ય કામકાજ તો ખબર જ હશે કે જે નાગરિકોને લોન પૂરી પાડે છે, નાણાંની લેવડદેવડ કરે છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે બૅન્ગલુરુમાં એક અનોખી બૅન્ક શરૂ કરવામાં આવી છે. આ અનોખી બૅન્ક કપડાંની છે અને આ બૅન્કમાં તમને માત્ર એક રૂપિયામાં કપડાં મળશે. પરંતુ આ સુવિધા માત્ર ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે જ શરૂ કરવામાં આવી છે.
બૅન્ગલુરુમાં ચાર મિત્રોએ કપડાંની બૅન્ક શરૂ કરી છે. આ બૅન્કમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને એક રૂપિયામાં કપડાં મળશે. આ બૅન્કમાં જરૂરિયાતમંદ પોતાનાં જૂનાં કપડાં અને એક રૂપિયો આપીને નવાં કપડાં લઈ જાય છે. આ બૅન્કનું નામ ઇમૅજિન ક્લૉથ છે.
બૅન્કની શરૂઆત ચાર મિત્રો વિનોદ પ્રેમ લોબો, મેલિશા નોરોન્હા, નીતિનકુમાર અને વિઘ્નેશે કરી હતી. વિનોદ પ્રેમ લોબોનાએ એક મીડિયા હાઉસને જણાવ્યા અનુસાર ચાર મિત્રોએ ઇમૅજિન ફાઉન્ડેશન નામનું NGO શરૂ કર્યું છે. ગરીબ અને જરૂરિયાતમંદોને એ પ્રમાણે કપડાં આપે છે. બૅન્ક 12 સપ્ટેમ્બરે 2 BHK ફ્લૅટમાં લૉન્ચ થઈ છે. ગરીબો અને જરૂરિયાતમંદોને કપડાં આપવા માટે શરૂ કરાયેલી આ બૅન્ક હાલમાં માત્ર રવિવારે જ ખૂલે છે.
ચમત્કાર, પેસિફિક સમુદ્ર માંથી આપ મેળે બહાર આવ્યાં શિપ; જાણો તે પાછળનું કારણ
2002માં ચારેય મિત્રોએ આવી જ રીતે મેંગ્લોરમાં કપડાંની બૅન્ક શરૂ કરી હતી. એ સમયે સ્થાનિક વિદ્યાર્થીઓએ કપડાં એકત્ર કરવામાં મદદ કરી હતી. તેમણે કહ્યું કે બૅન્ક ઘણાં વર્ષોથી સફળતાપૂર્વક કામ કરી રહી છે.
હવે આ મિત્રોએ બૅન્ગલુરુમાં આ બૅન્ક શરૂ કરી છે. લૉકડાઉનમાં ઘણા કામદારો કામે લાગ્યા હતા. આ માટે મિત્રોએ પરિચિતો પાસેથી કપડાં ભેગાં કરવાનું શરૂ કર્યું. ઘણા લોકોએ સારો પ્રતિભાવ આપ્યો હતો. બૅન્કમાં હાલમાં શર્ટ-પૅન્ટ, સ્કર્ટ, સાડી, જૅકેટ તેમ જ બ્લૅન્કેટ મળે છે. આ વસ્ત્રોમાં જૂનાં અને નવાં વસ્ત્રોનો સમાવેશ થાય છે અને જરૂરિયાતમંદો તરફથી એને સારો પ્રતિસાદ મળ્યો છે.