Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં છુટા છવાયા પરંતુ જોરદાર ઝાપટાં ચાલુ રહેશે, હવામાન ખાતાએ યલો એલર્ટ જારી કર્યું….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

23 જુલાઈ 2020

પાછલાં પાંચ દિવસથી મોટાભાગે હળવો વરસાદ અને લગબગ શુષ્ક દિવસો ગયા બાદ હવામાન બ્યુરોએ, સપ્તાહના અંતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

 ભારત હવામાન વિભાગ (આઇએમડી) એ શનિવાર અને રવિવાર માટે મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ સહિતના સમગ્ર કોંકણ કાંઠા માટે યલ્લો એલર્ટ જારી કર્યું છે. રાયગઢ અને રત્નાગિરી માટે ગુરુવાર અને શુક્રવાર માટે પણ પીળી રંગની ચેતવણી જારી કરવામાં આવી છે.

મુંબઈગરાઓ ગુરુ- શુક્રવારે ખૂબ હળવો વરસાદ અથવા તો ઝરમર સાથે શહેરમાં વાદળછાયું વાતાવરણની અપેક્ષા રાખી શકે છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે હવામાન માં વરસાદી પરિબળો મજબૂત થવાને કારણે ચોમાસુ સક્રિય રહેવાની સંભાવના છે. 

આઇએમડીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, કર્ણાટકથી કેરળના દરિયાકાંઠા સુધી ફેલાયેલી મજબૂત દરીયાઇ પટ્ટી ને કારણે અને બંગાળની ખાડીમાં સપ્તાહના અંત સુધીમાં હવામાન માં ફેરફાર થવાની સંભાવના છે. ચાલુ સપ્તાહે વરસાદમાં ઘટાડો થતાં સમગ્ર મુંબઇમાં ભેજનું પ્રમાણ વધી જવાથી લોકી ગરમીનો અનુભવ કરી રહયાં છે. મુંબઇ શહેર અને ઉપનગરોમાં દિવસનું તાપમાન અનુક્રમે 32.2  અને 32.7  ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા બે ડિગ્રી વધારે હતું…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2OOngkt  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version