પિક્ચર અભી બાકી હૈ!! આર્યનના જામીન બાદ  રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા નવાબ મલિકે કર્યો આ ખુલાસો; જાણો વિગત..

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 29 ઓક્ટોબર, 2021.

શુક્રવાર. 

ક્રુઝ ડ્રગ્સ પ્રકરણમાં દરરોજ નવો વળાંક આવી રહ્યો છે. હવે મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રવકતા નવાબ મલિકે એવો આરોપ કર્યો છે કે ક્રુઝ પાર્ટીનો આયોજક ફેશન ટીવી ઈન્ડિયાનો હેડ કાશિફ હતો. જે સેક્સ રેક્ટ પણ ચલાવે છે. કાશીફ ખાન એ સમીર વાનખેડેનો મિત્ર છે. તેથી તેની સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. મહારાષ્ટ્રને બદનામ કરવાનું આ સમીર વાનખેડેનું કાવતરું છે એવો દાવો પણ નવાબ મલિકે કર્યો હતો.

ભાજપના મોટા મોટા નેતા સમીર વાનખેડેના સમર્થનમાં ઊભા છે. ભાજપના મોટા નેતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની ઓફિસે જતા હોય છે. હું કોઈનું નામ નહીં લઈશ પણ શિયાળું અધિવેશનમાં તે બદ્દલ બોલીશ . કાશીફ ખાનની ધરપકડ બાદ ભાજપની અસલિયત સામે આવશે એવો દાવો પણ નવાબ મલિકે કર્યો હતો.

અભિનેત્રી નફીસા બાદ ભારતના આ સ્પોર્ટ્સ સુપરસ્ટાર ઓલિમ્પિક મેડાલિસ્ટ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા

નવાબ મલિકે NCBના અધિકારીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે 26 પ્રકરણની તપાસની માગણી કરી છે. નિરઅપરાધ લોકો જેલની બહાર આવશે ત્યારે જ પિકચરનો અંત આવશે. હા, હું ભંગારવાળો છું. ગોલ્ડ સ્મગલર નથી. આ શહેરના એક એક ભંગારના એક એક નટબોલ્ટ કાઢીને ભટ્ટીમાં નાંખ્યા સિવાય રહીશ નહીં એવો દાવો પણ નવાબ મલિકે કર્યો હતો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More