News Continuous Bureau | Mumbai
હાલ મહારાષ્ટ્રનું રાજકારણ(Maharashtra politics) લાઉડ સ્પીકરના(Loudspeaker Row) કારણે તપી ગયું છે. આવા સમયે મુંબઈના સોમૈયા મેદાન(Somaiya ground) ખાતે ભારતીય જનતા પાર્ટીનું (BJP)બુસ્ટર ડોઝ સંમેલન(Booster dose Meet) થયું હતું. આ સંમેલનને સંબોધિત કરતા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ(Devendra fadnavis) વિશે શિવસેનાના(Shivsena) અધ્યક્ષ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને(uddhav thackeray) સવાલ પૂછયો હતો કે જ્યારે બાબરી મસ્જિદ(Babri masjid) ધ્વસ્ત કરવામાં આવી ત્યારે શિવસેનાના નેતા ક્યાં હતા?
પોતાની વાતને પુરાવો આપતા તેમણે કહ્યું હતું કે બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવા સમયે તેઓ પોતે અયોધ્યામાં હતા અને તેમને બદાયુની જેલમાં રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે કહ્યું કે કુલ 18 દિવસ જેલમાં વિતાવ્યા પછી તેમનો છુટકારો થયો હતો.
ઉલ્લેખનીય છે કે બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવા સંદર્ભે શિવસેના હંમેશા પોતાની પીઠ થાબડે છે. પરંતુ ભાજપે આજે એવો પ્રશ્ન પૂછ્યો છે તેનો જવાબ શિવસેના હજી આપી શકી નથી.
આ સમાચાર પણ વાંચો : પંજાબના પટિયાલામાં શિવસેનાની રેલી દરમિયાન દંગા ફેલાયા. પોલીસ સામે ખાલિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા. જાણો સમગ્ર મામલો.