Site icon

Yoga: તા.૭મીએ અડાજણ ખાતે યોગ અને સ્વાસ્થ્ય જાગૃત્તિ માટે ૪૦૦૦ મહિલાઓની ઉપસ્થિતિમાં મહિલા મહાસંમેલન યોજાશે

Yoga: રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શ્રી શિશપાલજી તથા અગ્રણી સમાજસેવક શ્રી રામકૃષ્ણ (SRK) ગ્રૃપના શ્રી ગોવિંદભાઈ ધોળકિયા ઉપસ્થિત રહેશે. મહિલા પતંજલિ યોગ સમિતિ-દક્ષિણ ગુજરાત દ્વારા યોજાશે મહિલા મહાસંમેલન.

Yoga: Mahila Mahasamelan will be held at Adajan on 7th in the presence of 4000 women for yoga and health awareness

Yoga: Mahila Mahasamelan will be held at Adajan on 7th in the presence of 4000 women for yoga and health awareness

News Continuous Bureau | Mumbai 

Yoga: યોગગઋષિ સ્વામી રામદેવજી ( Yoggarishi Swami Ramdevji ) અને આચાર્ય બાલકૃષ્ણજી ( Acharya Balakrishnaji ) પ્રેરિત મહિલા પતંજલિ યોગ સમિતિ ( Women’s Patanjali Yoga Committee )દક્ષિણ ગુજરાત ( South Gujarat ) દ્વારા પૂ.આચાર્યા ડો.સાધ્વી દેવપ્રિયાજી ( Dr. Sadhvi Devpriyaji )  તેમજ સાધ્વી દેવદિતીજીના ( Sadhvi Devditiji ) માર્ગદર્શનમાં યોગ અને સ્વાસ્થ્ય જાગૃત્તિ માટે તા.૭/૧૦/૨૦૨૩ ના રોજ સવારે ૯:૦૦ વાગ્યે પ્રમુખ સભા મંડપ ગેટ નં.૬, પ્રેમવતી ઉપહાર ગૃહ, BAPS સ્વામિનારાયણ મંદિર સામે, ગુજરાત ગેસ સર્કલ પાસે, અડાજણ ખાતે મહિલા મહાસંમેલન યોજાશે. જેમાં રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શ્રી શિશપાલજી તથા અગ્રણી સમાજસેવક શ્રી રામકૃષ્ણ (SRK) ગ્રૃપના શ્રી ગોવિંદભાઈ ધોળકિયા ઉપસ્થિત રહેશે. 

Join Our WhatsApp Community

મહિલા મહાસંમેલન અંગે વિગતો આપતા મહિલા પતંજલિ ( Patanjali ) યોગ સમિતિના રાજ્ય પ્રભારી યોગ તનુજા આર્યએ જણાવ્યું હતું કે, આયુર્વેદિક સ્વદેશી ક્રાંતિ બાદ સ્વદેશી શિક્ષણ અને આરોગ્ય ઇન્ટીગ્રેટેડ પેથી ના માધ્યમથી ૧૩૫ કરોડ ભારતીયો અને વિશ્વના લગભગ ૨૦૦ દેશોના કરોડો નાગરિકોને સમૃદ્ધિ અને આધ્યાત્મિક જીવન જીવવાનો માર્ગ બતાવનાર પતંજલિ યોગપીઠની પ્રેરણાથી સુરત ખાતે ૪૦૦૦ મહિલાઓની ઉપસ્થિતિમાં મહિલા સંમેલન યોજાશે. મહિલાઓને યોગથી સ્વસ્થ જીવન જીવવાનો માર્ગદર્શન અપાશે. લોકોમાં યોગ પ્રત્યે જાગૃતતા આવે, મહિલાઓ વધુમાં વધુ યોગ કરતા થાય અને નિરોગી જીવન જીવે તે આ સંમેલનનો મુખ્ય હેતુ છે.

આ સમાચાર પણ વાંચો : Craftroot: કલા અને કારીગરીનું પ્રદર્શન સહ વેચાણમેળો

સંમેલનના આયોજનમાં પતંજલિ યોગ પરિવારના અમિતાબેન ગાંધી, સુરેશભાઈ સુથાર, અરવિંદભાઈ ખોખર, ગોરખભાઈ અગ્રવાલ, જોગારામભાઈ, કેશુભાઈ શિંગાળા, મગનભાઈ ગોંડલીયા સહિત સેવાભાવીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version