ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
02 જાન્યુઆરી 2021
દિલ્હી બોર્ડર એગ્રીકલ્ચર કાયદાને લઈને કેન્દ્ર અને ખેડૂતો વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે. હવે સ્વરાજ ભારતના યોગેન્દ્ર યાદવે કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે જો 26 મી જાન્યુઆરી સુધીમાં અમારી માંગણીઓ પૂર્ણ નહીં કરવામાં આવે તો, દિલ્હીમાં ખેડુતો કરશે 'ખેડૂત પ્રજાસત્તાક પરેડ'. આ પરેડને સફળ બનાવવા તેમણે ખેડુતોને તેમાં જોડાવા અપીલ કરી હતી.
યોગેન્દ્ર યાદવે કહ્યું છે કે અમે રાષ્ટ્રીય પાટનગરની બાજુના વિસ્તારોના ખેડુતોને વિનંતી કરી છે કે શક્ય હોય તો પરિવારના એક સભ્યને દિલ્હી મોકલો.
એક દિવસ અગાઉ, ખેડૂત સંગઠનોના આ નેતાઓએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટ કરી દીધું હતું કે જો સોમવારની વાતચીત સફળ ન થાય તો અમે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ક્વિટ પાર્ટી અભિયાન શરૂ કરીશું. ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે અમારો સૌથી મોટો મુદ્દો કૃષિ કાયદો અને એમએસપી છે.
હાલ કેન્દ્ર સરકાર ત્રીજી અને ચોથી માંગને સ્વીકારીને વાત દબાવવા માંગે છે, પરંતુ સત્ય એ છે કે કેન્દ્ર સરકારે એમએસપી પ્રત્યેની સૈદ્ધાંતિક પ્રતિબદ્ધતા દર્શાવવાનો ઇનકાર પણ કરી દીધો છે. નોંધનીય છે કે 4 જાન્યુઆરી એ પંજાબ હરિયાણા બોર્ડર પર બેસેલા ખેડૂતો ફરી સરકાર સાથે વાત કરવાના છે અને વાત ન બને તો ટ્રેક્ટર રેલી તે જ દિવસે કાઢશે..
