Site icon

લડાઈ ખેડૂતોની, વચ્ચે કુદી પડ્યાં આ રાજકારણી..  જો માંગ નહીં સંતોષાય તો કાઢશે  ‘ખેડૂત પ્રજાસત્તાક પરેડ’

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
02 જાન્યુઆરી 2021

દિલ્હી બોર્ડર એગ્રીકલ્ચર કાયદાને લઈને કેન્દ્ર અને ખેડૂતો વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે. હવે સ્વરાજ ભારતના યોગેન્દ્ર યાદવે કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે જો 26 મી જાન્યુઆરી સુધીમાં અમારી માંગણીઓ પૂર્ણ નહીં કરવામાં આવે તો, દિલ્હીમાં ખેડુતો કરશે 'ખેડૂત પ્રજાસત્તાક પરેડ'. આ પરેડને સફળ બનાવવા તેમણે ખેડુતોને તેમાં જોડાવા અપીલ કરી હતી.

Join Our WhatsApp Community

યોગેન્દ્ર યાદવે કહ્યું છે કે અમે રાષ્ટ્રીય પાટનગરની બાજુના વિસ્તારોના ખેડુતોને વિનંતી કરી છે કે શક્ય હોય તો પરિવારના એક સભ્યને દિલ્હી મોકલો.

એક દિવસ અગાઉ, ખેડૂત સંગઠનોના આ નેતાઓએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટ કરી દીધું હતું કે જો સોમવારની વાતચીત સફળ ન થાય તો અમે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ક્વિટ પાર્ટી અભિયાન શરૂ કરીશું. ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે અમારો સૌથી મોટો મુદ્દો કૃષિ કાયદો અને એમએસપી છે. 

હાલ કેન્દ્ર સરકાર ત્રીજી અને ચોથી માંગને સ્વીકારીને વાત દબાવવા માંગે છે, પરંતુ સત્ય એ છે કે કેન્દ્ર સરકારે એમએસપી પ્રત્યેની સૈદ્ધાંતિક પ્રતિબદ્ધતા દર્શાવવાનો ઇનકાર પણ કરી દીધો છે. નોંધનીય છે કે 4 જાન્યુઆરી એ પંજાબ હરિયાણા બોર્ડર પર બેસેલા ખેડૂતો ફરી સરકાર સાથે વાત કરવાના છે અને વાત ન બને તો ટ્રેક્ટર રેલી તે જ દિવસે કાઢશે..

Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Exit mobile version