શું હવે લખનઉ શહેરનું નામ બદલાઈ જશે? મુખ્યમંત્રી યોગીના એક ટ્‌વીટથી દેશમાં ખળભળાટ.. જાણો એવું શું લખ્યું છે ટ્વિટમાં.. 

by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

પીએમ મોદી(PM Modi Nepal visit)) પાડોશી દેશ નેપાળના પ્રવાસે હતા. ત્યાંથી પાછા ફરતી વખતે તેમણે ઉત્તર પ્રદેશ(Uttar Pradesh CM Adityanath Yogi)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમની સરકારના મંત્રીઓ સાથે મુલાકાત પણ કરી. આ દરમિયાન તેમણે યોગી સરકારના મંત્રીઓને સલાહ આપતા કહ્યું કે, વધુમાં વધુ સમય તેમણે પોતાના મતવિસ્તારોમાં વિતાવવો જોઈએ. જો કે આ બધા વચ્ચે સીએમ યોગીએ પીએમ મોદી(CM Yogi-PM Modi)ના સ્વાગતમાં જે ટ્‌વીટ કરી હતી તે ખુબ ચર્ચામાં આવી ગઈ છે.

પીએમ મોદી જ્યારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ(lucknow) પહોંચ્યા ત્યારે સીએમ યોગીએ તેમનું સ્વાગત કર્યું અને એક ફોટો શેર કરીને ટ્‌વીટ(Tweet) કરતા લખ્યું હતું કે 'શેષાવતાર ભગવાન શ્રી લક્ષ્મણજીની પાવન નગરી લખનઉમાં તમારું હાર્દિક સ્વાગત અને અભિનંદન…'. જો કે આ ટ્‌વીટમાં તેમણે નામ બદલવા અંગે તો કશું લખ્યું નથી પરંતુ લખનઉને લક્ષ્મણજીની પાવન નગરી તરીકે ગણાવવા બદલ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. એટલે સુધી કે લોકો તો તેને એક સંકેત તરીકે પણ જોઈ રહ્યા છે. કેટલાક યૂઝર્સ તો લખનઉનું નવું નામ પણ સૂચવવા લાગ્યા છે. તેમણે લખનઉનું નામ બદલીને લક્ષ્મણપુરી કરવાની પણ સલાહ આપી દીધી છે.

આ સમાચાર પણ વાંચો : કંટ્રોલ બહાર ગઈ મોંઘવારી.. એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો આટલા ટકા વધીને રેકોર્ડ સ્તરે… 

ઉલ્લેખનીય છે કે યુપીની યોગી આદિત્યનાથ સરકાર અત્યાર સુધીમાં પ્રદેશના અનેક સ્થળોના નામ બદલી ચૂકી છે. જેમાં અલાહાબાદ(Allahabad)નું નામ બદલીને પ્રયાગરાજ (Prayagraj)તથા ફૈઝાબાદ(Faizabad)નું નામ બદલીને અયોધ્યા(Ayodhya) કરી ચૂકી છે. આ ઉપરાંત મુગલસરાય(Mughalsarai) સ્ટેશનનું નામ બદલીને પંડિત દીનદયાળ(Pandit Deendayal)રેલવે સ્ટેશન પણ કર્યું છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More