ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર, 2021
સોમવાર
યુપી સરકારે પાકિસ્તાનથી આવેલા 63 હિંદુ બંગાળી પરિવારોના પુનર્વસનની દિશામાં ઝડપી પગલાં ભરવાનું શરૂ કર્યું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ કાનપુરના રસુલાબાદ ગ્રામીણ વિસ્તારના ભેસાયા ગામના મહેન્દ્ર નગરમાં સ્થાયી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સિવાય આ પરિવારોને ખેતી માટે બે એકર અને ઘર બનાવવા માટે 200 ચોરસ મીટર જમીન આપવામાં આવશે.
સાથે જ શરણાર્થીઓ માટે રોજગારની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
રવિવારે અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહે પુનર્વસન માટે નિર્ધારિત સ્થળનું નિરીક્ષણ કર્યું. આ સાથે તેમણે અધિકારીઓ સાથે બેઠક કરીને એક્શન પ્લાન પણ તૈયાર કર્યો હતો.
આ પહેલા 11 નવેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેબિનેટની બેઠકમાં તેમના પુનર્વસન માટેનો પ્રસ્તાવ પસાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે વર્ષ 1970માં પૂર્વ પાકિસ્તાનમાંથી 65 બંગાળી પરિવારો રાજ્યમાં આવ્યા હતા.
કૃષિ કાયદા પર આ રાજ્યના રાજ્યપાલનું મોટું નિવેદન, કહ્યું- જરૂર પડે કૃષિ કાયદા અંગે ફરી બિલ લાવી શકાય