ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 ઓગસ્ટ 2020
ઉત્તર પ્રદેશમાં હવે ગૌહત્યારાઓની ખેર નથી. યોગી આદિત્ય નાથે ગૌ હત્યા સામે એક નવો અને અત્યંત કડક કાયદો પસાર કર્યો છે. હવે જેઓ ગૌહત્યાના આરોપમાં પકડાશે તેઓને 3 થી 10 વર્ષ માટે જેલમાં જવું જ પડશે.. સાથે જ ગો-હત્યારાઓની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે અને તેમની ઓળખના પોસ્ટરો તોફાનીઓની જેમ જાહેરમાં મૂકવામાં આવશે. આ અંગે યુપી સરકારના સંસદીય કાર્ય પ્રધાનએ જણાવ્યું હતું કે "યોગી સરકારે કતલ સુધારણા નિવારણ બિલ 2020 પસાર કર્યું છે. આ કાયદાની સાથે યુપીમાં ગૌહત્યા સામેનો કાયદો વધુ કડક બન્યો છે."
યુપીમાં ગૌહત્યામાં પકડાનાર નો ગુનો બિનજામીનપાત્ર રહેશે. નવા કાયદામાં 3 થી 10 વર્ષની જેલ અને ગૌહત્યા ઉપર 5 લાખ દંડની જોગવાઈ છે.જ્યારે ગૌવંશના ભંગ બદલ 7 વર્ષની જેલની સજા અને 3 લાખ સુધીનો દંડ થશે. જો હત્યાનો આરોપ સાબિત થાય તો પ્રથમ વખત 3 થી 10 વર્ષની સજાની જોગવાઈ છે. સાથે જ 3 લાખથી લઈને 5 લાખ રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ છે. બીજી વખત જો ગૌહત્યાનો આરોપ સાબિત થયો તો દંડ અને સજા બંને ભોગવવી પડશે. ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને સંપત્તિ જપ્ત કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત યોગી સરકાર હવે ગાયની દાણચોરી સાથે સંકળાયેલા ગુનેગારોના જાહેર પોસ્ટરો પણ લગાવશે. ગાયની દાણચોરીમાં સામેલ વાહનચાલકો, સંચાલકો અને વાહનોના માલિકોને પણ આ કાયદા હેઠળ આરોપી બનાવવામાં આવશે અને તસ્કરોથી બચાવવામાં આવેલી ગાયની દેખભાળ માટે એક વર્ષનો ખર્ચ પણ આરોપી પાસેથી જ વસૂલવામાં આવશે… આમ હવે નવા કાયદાનો અમલ શરૂ થઈ જતાં ગૌ તસ્કરો અને ગૌહત્યારાઓની ખેર નથી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com