News Continuous Bureau | Mumbai
પહેલા આ ટિકિટમાં ભાવ 10 રુપિયા હતા જ્યારે હવે 200 ટકાનો તેમાં વધારો કરીને ટિકિટના ભાવમાં(ticket prices) વધારો કરાયો છે.
અમદાવાદમાં(Ahmedabad) રેલવે સ્ટેશન(Railway station) પર પ્લેટફોર્મ ટિકિટના(platform tickets) ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્લેટફોર્મ ટિકિટના ભાવ હવેથી વધુ ચૂકવવા પડશે. હવેથી 30 રૂપિયા ચૂકવવા પડશે. ટિકિટના ભાવમાં 200 ટકાનો વધારો કરવામાં આવતા ટિકિટ હવેથી પહેલા કરતા મોંઘી પડશે.
આ સમાચાર પણ વાંચો : ઝડપભેર ટ્રકે ગેંડાને ટક્કર મારી- જુઓ ચોંકાવનારી ઘટનાનો વીડિયો
કોરોનાના(Corona) બે વર્ષ વિત્યા બાદ એક પછી એક એમ તમામ ટ્રેનો દોડતી થઈ ગઈ છે. ત્યારે કાલુપુર રેલવે સ્ટેશન(Kalupur Railway Station) પર પ્રવાસીઓની(tourists) ભારે ભીડ જોવા મળતી હોય છે. ત્યારે પ્લેટફોર્મ ટિકિટ લઈને રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો જતા હોય છે. પહેલા આ ટિકિટમાં ભાવ 10 રુપિયા હતા જ્યારે હવે 200 ટકાનો તેમાં વધારો કરીને ટિકિટના ભાવમાં 20 રૂપિયા વધારવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર દિવાળીમાં આ વખતે મોટી સંખ્યામાં પેસેન્જર્સનો(passengers) ઘસારો જોવા મળી શકે છે ત્યારે આ વધારાને ધસારાને જોતા પ્લેટફોર્મ ટિકિટોના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને દર વર્ષે આ પ્રકારે પ્લેટફોર્મ ટિકિટોના ભાવ વધતા હોય છે પરંતુ આટલા બધા ભાવ નથી વધતા પરંતુ આ વર્ષે માંગ અને બુકિંગને જોતા તંત્રએ દિવાળીની સીઝન(Diwali season) માટે 30 રૂપિયા પ્લેટફોર્મ ટિકિટ કરી દીધી છે.