Site icon

ઉનાના કાણકબરડા ગામે ખાટલા ભરવાની અદભુત કલાકારી જાણતા અદભુત કલા નું પ્રદશન કરી પોતાની કલા ખુલી મૂકી

Young people make innovative designs on the Khatla's In Una's Kanakbarda village

ઉનાના કાણકબરડા ગામે ખાટલા ભરવાની અદભુત કલાકારી જાણતા અદભુત કલા નું પ્રદશન કરી પોતાની કલા ખુલી મૂકી

News Continuous Bureau | Mumbai

ઉનાના કાણકબરડા ગામના ભગવાનભાઈ આહીર નામના યુવાન પોતાની જાતે ખાટલામાં અલગ અલગ અવનવી ડિઝાઇન બનાવી વહેચાણ કરી છે. ભરતભરી આપે છે. હાલ ખાટલા લુપ્ત થવા લાગ્યા પહેલા ખાટલા ગ્રામ્ય વિસ્તારમા અને શહેરી વિસ્તારમાં મોટાપાયે જોવા મળતા હતા. પરંતુ ખાટલા ભરવાના કારીગર ઓછા જોવા મળે છે . ગામડાના વડીલોના જણાવ્યા મુજબ ખાટલામાં સુવુ ફાયદાકારક હોય છે. હાલમા ખાટલાના સોખીન લોકો ભગવાનભાઇ પાસે ખાટલા ભરાવવા માટે દૂર દૂરથી લોકો આવે છે. આ ખાટલાનો ક્રેઝ હોટલોમા જોવા મળે સે ભગવાનભાઇ પોતાની કોઠાસુઝ મુજબ ખાટલા, જુલા તેમજ ખુરશી તેમજ ઘોડીનો શણગાર પણ પોતાના કોઠાસુજથી હાથની અદભુત કારીગરીથી ભરી આપે છે. ઉના તાલુકાના લોકો તેમજ અન્ય આસપાસના નજીક જિલ્લા માંથી પણ ખાટલાના સોખીન ભરવવા આવે છે. અધભૂત ડિઝાન જોઇને લોકો પણ આ કલાકારીને બિરદાવી હતી. આ ભગવાનભાઇ કહે છે હાલ લગ્ન પ્રસંગે ઘોડીના શણગાર માટે તેમજ હોટલો માંથી બેસવા માટે ખાટલા, જુલા, ખુરશી, ભરવાનુ કામ શરૂ છે. આવા અવનવા રંગબેરંગીન ખાટલાની ડિઝાઇનના કારણે દૂર દૂરથી ઓડર આવે છે. અમુક મોટા વેપારીઓ દ્રારા તેમને ત્યાં આવા કામ માટે બોલાવા હોવા છતાં તે ક્યાંક જતાં નથી. પરંતુ પોતે જાતે ઘર આંગણે અવનવી ડિઝાઇન બનાવી વેચાણ કરતા લોકોમાં ખુબ આક્રર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  જાણવા જેવુ / ચોરી અથવા ખરાબ થઈ જાય બેંક લોકરમાં મૂકેલી વસ્તુઓ તો કોણ કરશે ચુકવણી? જાણી લો RBIનો આ નિયમ

 

Exit mobile version