News Continuous Bureau | Mumbai
Youth Parliament-Elocution Competition : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,ગાંધીનગર તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરત દ્વારા આગામી તા.૨૬ માર્ચના રોજ ઓરો યુનિવર્સિટી ખાતે “યુથ પાર્લામેન્ટ’ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા યોજાશે, જેમાં ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથ ધરાવતાં સુરત જિલ્લાના રસ ધરાવતાં યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે જેમાં (૧) ભારતીય બંધારણ: ૭૫ ગૌરવશાળી વર્ષ (૨) વિકસિત ભારત @૨૦૪૭ (૩) વન નેશન વન ઈલેકશન: વિકસિત ભારત માટે મોકળો માર્ગ” આ વિષય પર ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં પાંચ મિનીટની સમય મર્યાદામાં પોતાનું વક્તવ્ય આપવાનું રહેશે. તા.૨૬મી માર્ચે સવારે ૦૯:૦૦ કલાકે ભાગ લેવા હાજર રહેવું. રજિસ્ટ્રેશન માટે સ્પર્ધા સ્થળ અથવા આ સાથે ગુગલ ફોર્મ
Registration Link:
https://docs.google.com/forms/d/e/1FAIpQLScu9rl3fV11R3NzB48fjxZoIsNmm5u1MBPMW4-MRL0JktZSAg/viewform?usp=header દ્વારા રજિસ્ટ્રેશન તા.૨૬મી માર્ચ સુધી સવારના ૯:૦૦ વાગ્યા સુધી થઇ શકશે. સ્પર્ધામાં વિજેતા ક્રમાંક પ્રથમ, દ્રિતીય, તુતીય તથા સાત આશ્વાસન પુરસ્કાર આપવામાં આવશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયુ છે.
આ સમાચાર પણ વાંચો: Gujarat Emergency Helpline : 112 ઇમરજન્સી હેલ્પલાઇનને સમગ્ર રાજ્યમાં શરૂ કરવાની તૈયારી પૂરજોશમાં…
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.