ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
22 જુલાઈ 2020
કોરોનાની ટેસ્ટને લઈને ઘણા લોકો ના અનુભવો સામે આવી રહ્યા છે. જેમાં કોરોના નો ટેસ્ટ એક લેબમાં કરાવે તો પોઝિટિવ આવે છે અને બીજી લેબમાં કરાવે તો નેગેટિવ આવે છે. હવે આ બંનેમાં સાચું કોણ.??
આવો જ એક કિસ્સો કલ્યાણમાં સામે આવ્યો છે. એક 25 વર્ષના યુવાનના બે ટેસ્ટ કરાવ્યા અને બંને નું રીઝલ્ટ અલગ-અલગ આવ્યું. આથી તેણે જાતે જ હોમ કવોરોનટાઈન થવાનું નક્કી કર્યું છે. પરંતુ, કલ્યાણ-ડોમ્બિવલી માં આ કિસ્સો ચર્ચાનું કારણ બન્યું છે. ટેસ્ટ કરાવનાર યુવકને શરીરમાં કળતર થતું હોવાથી શનિવારે તેણે પોતાના ઘર નજીકની સરકારી આરોગ્ય કેન્દ્રમાં કોરોના ટેસ્ટ કરાવી હતી. તે વેળા તેની 'એન્ટીજન ટેસ્ટ' કરાઈ હતી જેનો રિપોર્ટ અડધા કલાક માં આવી જાય છે. ત્યાર બાદ, સરકારી હોસ્પિટલમાંથી તેને ફોન આવ્યો કે તમારો કોરોના ટેસ્ટ 'પોઝિટીવ' આવ્યો છે અને તમારે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડશે. ત્યારબાદ તેણે સેકન્ડ ઓપિનિયન લેવાનું વિચારી એ જ દિવસે ખાનગી લેબમાં ટેસ્ટ કરાવી. જે 'સ્વોબ ટેસ્ટ' હતી. એનું રિઝલ્ટ 'નેગેટિવ' આવ્યું. હવે યુવકનો પરિવાર મૂંઝવણમાં મુકાઈ ગયો કે આગળ શું કરવું??
વાત એમ છે કે સરકારી લેબનો રિપોર્ટ સાચો માનીએ તો હોસ્પિટલમાં એડમિટ થવું પડે. પણ, સરકારી હોસ્પિટલોમાં જગ્યા ન હોવાથી પ્રાઇવેટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે અને પ્રાઇવેટ હોસ્પિટલના બિલ લાખો રૂપિયામાં આવી રહ્યા છે તો સામાન્ય મધ્યમવર્ગીય માણસે હવે કરવું શું ? શું આ કોઈ ષડ્યંત્ર હોઈ શકે? એવો પ્રશ્ન પૂછાઇ રહ્યો છે…
જાણકારોનું કહેવું છે કે 'સ્વૉબ ટેસ્ટ' વધુ ખાતરી વાળી કહી શકાય. જ્યારે 'એન્ટીજન' ટેસ્ટમાં લોહી ચેક કરી વાયરસ નું પ્રમાણ કેટલું છે એ બતાવવામાં આવે છે અને લોહીમાં વાયરસના પ્રમાણમાં વધઘટ થતું રહે છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com