News Continuous Bureau | Mumbai
Zero Measles-Rubella :
- ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની આ પ્રસંગે વર્ચ્યુઅલ ઉપસ્થિતિ
- ગુજરાતમાં વર્ષ ૨૦૨૩માં ઓરીના લગભગ ૪,૦૦૦ કેસની સામે વર્ષ ૨૦૨૪માં ઘટીને ૪૭૧ કેસ નોંધાયા
‘મિઝલ્સ અને રૂબેલા નાબુદી અભિયાન ૨૦૨૫-૨૬’ અંતર્ગત નાગરિકોમાં જાગૃતિ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી જે. પી. નડ્ડાજી દ્વારા રાષ્ટ્રવ્યાપી અભિયાનનો નવી દિલ્હીથી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ‘ઓરી અને રૂબેલા નાબૂદી અભિયાન સંબંધિત જાગૃતિ માટે પુસ્તિકા જેવી કે પત્રિકા, પોસ્ટર વગેરેનું પણ મંત્રી શ્રી જે. પી. નડ્ડાજી દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. આ અભિયાનના શુભારંભમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા.
Zero Measles-Rubella : સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં કરવામાં આવતી કામગીરી
સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ઓરી/રૂબેલાની વેક્સીનનો પ્રથમ ડોઝ બાળકને ૯-૧૨ મહિને તેમજ બીજો ડોઝ ૧૬-૨૪ મહિનાની ઉંમરે આપવામાં આવે છે. આ રીતે ઓરી/રૂબેલાની વેક્સીનના કુલ બે ડોઝ આપીને બાળકને રક્ષિત કરવામાં આવે છે.
રાજ્યમાં ઓરીનું નિવારણ લાવવાના હેતુસર ભારત સરકારની ગાઈડલાઈન મુજબ વર્ષ ૨૦૧૮માં જુલાઈ થી નવેમ્બર માસ દરમ્યાન મિસલ્સ રૂબેલા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ૯ મહિનાથી ૧૫ વર્ષ સુધીના કુલ ૧.૪૫ કરોડથી વધુ બાળકોને મિસલ્સ રૂબેલાની રસી આપીને રક્ષિત કરવામાં આવ્યા હતા.
ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬ સુધીમાં સમગ્ર દેશને ઓરી/રૂબેલા મુકત કરવાનું નકકી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે તમામ રાજ્યોને ઓરી અને રૂબેલાનું સઘન સર્વેલન્સ કરવાની fever અને rash ધરાવતા તમામ કેસોની તપાસ કરી ઓરી અને રૂબેલા શોધી કાઢી સઘન સારવાર અને અટકાયત અને નિયંત્રણનાં તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગુજરાતમાં વર્ષ ૨૦૨૩માં ઓરીના લગભગ ૪,૦૦૦ કેસ નોંધાયા હતા, જેની સામે વર્ષ ૨૦૨૪માં આ કેસ ઘટીને માત્ર ૪૭૧ નોંધાયા છે, જે ઓરીના કેસમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે.
Zero Measles-Rubella : આગામી સમયમાં રાજય સરકાર દ્વારા લેવામાં આવનાર પગલાઓ
• મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેટ સ્ટીયરીગ કમિટીની બેઠકમાં કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા વિકાસ અધિકારીઓ (DDOs) અને અન્ય વિભાગના અધિકારીઓએ મિસલ્સ રૂબેલા નાબુદી માટે રણનિતી તૈયાર કરેલ હતી અને તે મુજબ અમલવારી કરવા માટે સુચનાઓ આપવામાં આવી હતી.
• મિસલ્સ રૂબેલા બાબતે નિયમિત રીતે જિલ્લા /કોર્પોરેશન દ્વારા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે તે સઘન કરવામાં આવશે અને તમામ કક્ષાએ ઘનિષ્ટ સુપરવિઝન અને મોનીટરીંગ કરવામાં આવશે અને દર સોમવારે વિડીઓ કોન્ફર્ન્સીંગ થકી રીવ્યુ કરવામાં આવશે. જિલ્લા/કોર્પોરેશન ખાતે જિલ્લા ક્લેક્ટરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં DTFI/CTFIનું આયોજન કરવામાં આવશે.
• તમામ વેકસીનથી રહી ગયેલ/છુટી ગયેલ બાળકો માટે આગામી ઓગસ્ટ/સપ્ટેમ્બર/ઓકટોબરમાં સઘન મિશન ઈન્દ્રધનુષ યોજવામાં આવશે અને પાંચ વર્ષની વયના તમામ બાકી રહી ગયેલ બાળકોનું મિઝલ્સ અને ઓરીનું રસીકરણ કરવામાં આવશે. વર્ષમાં ચાર સ્પેશ્યલ ઈમ્યુનાઈઝેશન વીક યોજવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: Hirak Mahotsav :રુઇયા કોલેજમાં કેન્દ્રિય મંત્રી કિરેન રિજીજુના હસ્તે પંડિત દિનદયાલ ઉપાધ્યાય એકાત્મ માનવદર્શન હિરક મહોત્સવનું ઉદ્ઘાટન
Zero Measles-Rubella : આગામી વર્ષ ૨૦૨૬ સુધીમાં ઓરી અને રૂબેલા નાબૂદ કરવા માટેના પ્રયાસો
• ખિલખિલાટ ડ્રાઇવ: તા. ૧૬ થી ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન આ એક વિશેષ ઝુંબેશના ભાગરૂપે કુલ ૨૫,૭૩૬ બાળકોને રસી આપવામાં આવી છે.
• ઓરી-રૂબેલા ડ્રાઇવ: તા. ૧૫ અને ૧૬ માર્ચ ૨૦૨૫ દરમિયાન આ એક વિશેષ ઝુંબેશના ભાગરૂપે કુલ ૨૯,૨૩૮ બાળકોને રસી અપાઈ છે.
• રાજયનાં તમામ જિલ્લા/ કોર્પોરેશન MR 1 અને MR 2નું રસીકરણ => 95 % નો લક્ષ્યાંક સિદ્ધ કરે તે માટે રસીકરણનું ગામ સુધી એનાલીસીસ કરવામાં આવશે.
આ ઉપરાંત તા.૨૪ એપ્રિલ થી ૩૦ એપ્રિલ ૨૦૨૫ દરમિયાન વિશ્વ રસીકરણ સપ્તાહ, તા. ૨૪ એપ્રિલ ૨૦૨૫ના રોજ ચોથા ગુરુવારે ખિલખિલાટ રસીકરણ, તા. ૨૬ એપ્રિલે ૨૦૨૫ ઓરી અને રૂબેલા રસીકરણ અને તા. ૩૦ એપ્રિલ ૨૦૨૫ના રોજ પાંચમો બુધવાર મમતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.