News Continuous Bureau | Mumbai
સરકારી વિભાગ દ્વારા પ્રાપ્ત નિવેદન પર મુખ્યમંત્રી ( CM ) , નાયબ મુખ્યમંત્રી ( DCM ) અને મંત્રીઓ દ્વારા આપવામાં આવેલી ટિપ્પણીઓને ( remark ) અત્યાર સુધી અંતિમ માનવામાં આવતી હતી. જો કે, રાજ્ય સરકારે સ્પષ્ટ નિર્ણય જારી કર્યો છે કે હવેથી આવા નિવેદનો પર મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને પ્રધાનોની ટિપ્પણીઓને અંતિમ ગણવામાં નહીં આવે.
આ અગાઉ નિવેદન પર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓએ કરેલી ટિપ્પણીઓને તેમના આદેશ તરીકે ગણવામાં આવી હતી.ત્યાર બાદ એવી અવસ્થા નિર્માણ થઇ રહી હતી કે રાજકીય કાર્યકર્તાઓ અને વગદાર વ્યક્તિઓ સરકાર પાસે પોતાની અરજી પહોંચાડીને તેના પર ટિપ્પણી કરાવી લેતા હતા. આવી ટિપ્પણી થયા બાદ સરકારી અધિકારીઓને કેટલીક વખત કાયદાની ઉપરવટ જઈ ને નિર્ણયો લેવાની ફરજ પડતી હતી. આ કારણ થી હવે સરકારના નિર્ણયમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, હવેથી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓ દ્વારા નિવેદન પર કરાયેલી ટિપ્પણીઓને અંતિમ ગણ્યા વિના સત્તાધીશોએ પ્રવર્તમાન નિયમો અને કાયદાઓ ચકાસીને આગળની કાર્યવાહી કરવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો: અરે વાહ શું વાત છે, દહીસર થી બાંદ્રા ના રુટ પરના નવા મેટ્રો સ્ટેશનની રોનક બદલાઈ. જુઓ ફોટોગ્રાફ અને વીડિયો.