Tag: કેનેડા

  • Canada News: કેનેડાના જંગલોમાં લાગી ભીષણ આગ, કરોડો પશુ-પક્ષીઓ બળીને ખાખ, લાખો લોકોને ઘર છોડવું પડ્યું, આ દેશમાં પણ જોવા મળી અસર..

    Canada News: કેનેડાના જંગલોમાં લાગી ભીષણ આગ, કરોડો પશુ-પક્ષીઓ બળીને ખાખ, લાખો લોકોને ઘર છોડવું પડ્યું, આ દેશમાં પણ જોવા મળી અસર..

    News Continuous Bureau | Mumbai

    Canada News:  વિશ્વના બીજા સૌથી મોટા દેશ કેનેડાના જંગલો આગની જ્વાળાઓમાં સળગી રહ્યા છે. જંગલોમાં અત્યાર સુધીની સૌથી ભીષણ આગ લાગી છે. આગ 33 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ ગઈ છે, આ વિસ્તાર યુરોપિયન દેશ બેલ્જિયમ જેટલો મોટો છે. આગના કારણે કરોડો પશુ-પક્ષીઓ મૃત્યુ પામ્યા છે અને મોટી સંખ્યામાં માણસોએ પણ ઘર છોડવું પડ્યું છે.

     

    કેનેડિયન વાઇલ્ડલેન્ડ ફાયર ઇન્ફર્મેશન સિસ્ટમ મુજબ, કેનેડામાં  413 સ્થળોએ  આગ લાગી છે, જેમાંથી 249 જગ્યાએ સ્થિતિ કાબૂ બહાર છે. ઓગસ્ટ સુધી સ્થિતિ વધુ વણસી જવાની શક્યતા છે. જંગલમાં લાગેલી આગનો ધુમાડો અને ધૂળ હવે કેનેડા સિવાય અમેરિકાના ઘણા રાજ્યોમાં ફેલાઈ ગઈ છે. અમેરિકાના ન્યૂયોર્ક, મિનેસોટા, ક્વીન્સ અને મેસેચ્યુસેટ્સમાં એર એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

    આ સમાચાર પણ વાંચો:  ATM કાર્ડ ઘરે ભૂલી ગયા, તો પણ નો ટેન્શન, UPI એપની મદદથી ATMમાંથી ઉપાડી શકશો પૈસા, આ સરકારી બેંકે શરૂ કરી સેવા

    પીએમ ટ્રુડોએ કહ્યું- અમે સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ

    આગ ઓલવવા માટે અમેરિકા, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સહિતના અનેક દેશોના એક હજારથી વધુ ફાયર ફાઈટર કેનેડા પહોંચી ગયા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું નિવેદન આગ પર આવી ગયું છે. ટ્રુડોએ કહ્યું કે પરિસ્થિતિ લોકો માટે ડરામણી છે. તેમણે સ્વીકાર્યું કે 1.20 લાખ લોકોએ તેમના ઘર છોડવા પડ્યા. ટ્રુડોએ કહ્યું- અમે સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કેનેડાના ફોર્ટ નેલ્સન, બ્રિટિશ કોલંબિયાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં ડોની ક્રીક કોમ્પ્લેક્સના જંગલમાં લાગેલી આગ દેખાઈ રહી છે.

     

     

  • પાકિસ્તાનમાં જન્મેલા લેખક તારેક ફતાહનું લાંબી માંદગી બાદ નિધન થયું.

    પાકિસ્તાનમાં જન્મેલા લેખક તારેક ફતાહનું લાંબી માંદગી બાદ નિધન થયું.

    News Continuous Bureau | Mumbai

    ફતાહનો જન્મ 1949માં પાકિસ્તાનમાં થયો હતો અને બાદમાં 1980ના દાયકાની શરૂઆતમાં કેનેડામાં સ્થળાંતર થયો હતા.

    તેમણે કેનેડામાં રાજકીય કાર્યકર, પત્રકાર અને ટેલિવિઝન હોસ્ટ તરીકે કામ કર્યું હતું.

    તેઓ 1949 માં પાકિસ્તાનની આઝાદીના થોડા સમય પછી જન્મ્યા હોવાને કારણે પોતાને “મિડનાઈટ્સ ચાઈલ્ડ” તરીકે ઓળખાવતા હતા, તેમનું 73 વર્ષની વયે કેન્સરથી નિધન થયું છે.

    તેમના માતા-પિતા બોમ્બેથી કરાચી સ્થળાંતર થયા પછી, તેમનો જન્મ થયો અને બાદમાં કરાચી યુનિવર્સિટીમાં તેમણે બાયોકેમિસ્ટ્રીનો અભ્યાસ કર્યો અને આખરે પત્રકારત્વ કરતા પહેલા ડાબેરી કાર્યકર બન્યા. ફતાહની પુત્રીએ સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુની પુષ્ટિ કરી.

    તારેક ફતાહની કારકિર્દી

    તારેક ફતાહે 1970 માં કરાચી સન માટે પત્રકાર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી, અને બાદમાં પાકિસ્તાન ટેલિવિઝન માટે સંશોધનાત્મક રિપોર્ટર તરીકે કામ કર્યું હતું. 1977 માં, ઝિયા-ઉલ હક સરકાર દ્વારા તેમના પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે તે સાઉદી અરેબિયા સ્થળાંતર થયા હતા, અને પછી 1987 માં કેનેડામાં સ્થાયી થયા હતા. તેમણે ટોરોન્ટો રેડિયો સ્ટેશન CFRB ન્યૂઝટૉક 1010 માટે બ્રોડકાસ્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું, અને આખરે સમગ્ર કેનેડામાં અન્ય ઘણી મીડિયા સંસ્થાઓમાં કામ કર્યા પછી ટોરોન્ટો સન માટે કટારલેખક બન્યા.

    ફતાહ વર્ષોથી વિવિધ રાજકીય જૂથો સાથે સંકળાયેલા છે, જેમાં કેનેડાની લિબરલ પાર્ટી અને ઓન્ટારિયો ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીનો સમાવેશ થાય છે.

    તેમણે ડોનર પ્રાઈઝ, હેલેન અને સ્ટેન વાઈન કેનેડિયન બુક એવોર્ડ જેવી સંસ્થાઓ તરફથી પુરસ્કારો જીત્યા અને કેનેડિયન, ભારતીય અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં વારંવાર ટીકાકાર રહ્યા છે.

    તેમણે લખેલા પુસ્તકો:

    ફતાહે બે પુસ્તકો લખ્યા, “ચેઝિંગ અ મિરાજ”, જેમાં આધુનિક ઇસ્લામની ટીકા કરવામાં આવી હતી, અને “યહૂદી મારો દુશ્મન નથી,” જેમાં મુસ્લિમ અને યહૂદી સમુદાયો વચ્ચેના સંબંધોના ઇતિહાસની શોધ કરવામાં આવી હતી.

     

  • કેનેડા વિઝા: કેનેડા 700 ભારતીય વિદ્યાર્થીઓને પરત મોકલશે, એજન્ટો દ્વારા છેતરપિંડીથી ભવિષ્ય અંધારામાં, શું છે સમગ્ર મામલો?

    કેનેડા વિઝા: કેનેડા 700 ભારતીય વિદ્યાર્થીઓને પરત મોકલશે, એજન્ટો દ્વારા છેતરપિંડીથી ભવિષ્ય અંધારામાં, શું છે સમગ્ર મામલો?

    કેનેડામાં અમુક ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેનેડામાં 700 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા વિઝા ફ્રોડને કારણે વતન પરત આવવુ પડ્યું છે. લાખો રૂપિયા ખર્ચીને કેનેડા ગયેલા વિદ્યાર્થીઓને એજન્ટ દ્વારા છેતરપિંડી થતાં પરત આવવું પડ્યું છે. આ 700 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમીને એજન્ટોએ નકલી વિઝા આપીને કેનેડા મોકલી દીધા હતા. જેના કારણે આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ લટકી રહ્યું છે.

    કેનેડા 700 ભારતીય વિદ્યાર્થીઓને પરત મોકલશે

    કેનેડામાં 700 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓના ‘એડમિશન ઑફર લેટર્સ’ નકલી હોવાનું જણાયું હોવાથી સત્તાવાળાઓએ હવે આ વિદ્યાર્થીઓને ભારત પરત મોકલવાનો નિર્ણય લીધો છે. આ 700 વિદ્યાર્થીઓએ લાખો રૂપિયા ખર્ચીને કેનેડાના વિઝા માટે અરજી કરી હતી. પરંતુ જ્યારે તેઓ કેનેડા ગયા ત્યારે તેને ખબર પડી કે તેમના એડમિશન ઓફર લેટર નકલી છે. આ જાણીને વિદ્યાર્થીઓ ચોંકી ઉઠ્યા હતા. આ વિદ્યાર્થીઓને તાજેતરમાં કેનેડિયન બોર્ડર સિક્યોરિટી એજન્સી (CBSA) તરફથી દેશનિકાલ પત્રો મળ્યા છે જેનો અર્થ સ્વદેશ પરત ફરવાના આદેશો છે.

    આ સમાચાર પણ વાંચો :  સાવચેત રહેજો.. દેશમાં ફરી વધી રહ્યો છે કોરોના, 4 મહિના બાદ એક જ દિવસમાં 700 કોરોના દર્દીઓ; મહારાષ્ટ્ર સહિત આ 6 રાજ્યોને આરોગ્ય સચિવે લખ્યો પત્ર..

    એજન્ટ દ્વારા છેતરપિંડી કરવાને કારણે ભાવિ અધરમાં અટકી જાય છે

    આ 700 વિદ્યાર્થીઓએ જલંધરના એજ્યુકેશન માઈગ્રેશન સર્વિસ સેન્ટરમાં કેનેડાના વિઝા માટે અરજી કરી હતી. અહીંના એજન્ટે વિદ્યાર્થીઓને કેનેડાની પ્રખ્યાત હમ્બર કોલેજમાં એડમિશન લેવાનું કહ્યું અને દરેક વિદ્યાર્થી પાસેથી એડમિશન ફી સહિત તમામ ખર્ચ પેટે 20 લાખ રૂપિયા વસૂલ્યા. આમાં એર ટિકિટ અને સિક્યોરિટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો.

  • કેનેડા સરકાર તેમના નાગરિકોના સ્વાસ્થ્યમાં સુધાર લાવવા આલ્કોહોલ નિયંત્રણ નિયમ પર ભાર મુકી રહી છે

    કેનેડા સરકાર તેમના નાગરિકોના સ્વાસ્થ્યમાં સુધાર લાવવા આલ્કોહોલ નિયંત્રણ નિયમ પર ભાર મુકી રહી છે

    News Continuous Bureau | Mumbai

    કેનેડામાં આલ્કોહોલના સેવનને લઇને નવી ચર્ચા છેડાઇ ગઇ છે. કારણ કે અહીં મોટા ભાગના લોકો નિયમિત રીતે આલ્કોહોલ અથવા તો શરાબનું સેવન કરે છે. આવી સ્થિતિમાં સરકારે નવી ગાઇડલાઇન જારી કરીને નાગરિકોને સપ્તાહમાં આલ્કોહોલનું માત્ર બે વખત ડ્રિન્ક્સ લેવા માટેની સલાહ આપી છે. કેનેડિયન સેન્ટર ઓન સબસ્ટેન્સ યુઝ એન્ડ એડિક્શન ( સીસીએસએ) દ્વારા સપ્તાહમાં આલ્કોહોલના સેવનને ઘટાડી દેવાની અપીલ કરીને ચેતવણી આપી છે કે, આલ્કોહોલના વધારે પડતા સેવનથી કેન્સર, હાર્ટ એટેક અને સ્ટ્રોક સહિત અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થઇ શકે છે.

    અમેરિકામાં આરોગ્ય વિભાગ પુરુષો માટે સપ્તાહમાં બે વખત ડ્રિન્ક અને મહિલાઓ માટે એક ડ્રિન્ક લેવાની સલાહ આપે છે. જોકે કેનેડાના નિષ્ણાતો દ્વારા કરાયેલી નવી શોધમાં ખુલાસો કરાયો છે. કે, ૩- ડ્રિન્કથી મોડરેટ અને સાત અથવા તો વધારે ડ્રિન્ક્સથી જોખમ સતત વધે છે. આના કારણે મોટા આંતરડા અને કેન્સરની સાથે અન્ય બીમારીનું જોખમ વધી જાય છે અને હાર્ટ એટેક, સ્ટ્રોકનું ખતરો પણ વધે છે. ગાઇડલાઇન મુજબ, સગર્ભા મહિલાઓને તો આલ્કોહોલના થોડાક સેવનથી પણ વધુ નુકસાન થાય છે. સ્તનપાન કરાવતી મહિલાઓ માટે તો આલ્કોહોલથી દૂર કરવાનો વિકલ્પ સૌથી સુરક્ષિત છે. હેલ્થ કેનેડાની નવેસરની ગાઇડલાઇન વર્ષ 2011માં જારી ગાઇડલાઇન કરતાં અલગ પ્રકારની છે.

    આ સમાચાર પણ વાંચો: Mumbai news: BKC સભામાં પીએમ મોદીની સુરક્ષા ભંગ કરવાનો પ્રયાસ; મુંબઈ પોલીસે આ રીતે કરી શંકાસ્પદની ધરપકડ..

    આલ્કોહોલ કેટલાક લોકોમાં સ્ટ્રેસને ઘટાડવાનું કામ કરે છે. લોકોને પરસ્પર મળવા અને સંબંધો વધારવામાં મદદ છે. ઓફ ટોરેન્ટોના પ્રોફેસરે કહ્યું છે યુનિવર્સિટી દરરોજ ડ્રિન્ક લેવાની બાબત ચિંતાનો વિષય છે. આ રિસર્ચ લોકોને ડ્રિન્કસને કન્ટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.