Tag: ક્રૂઝ

  • 20 જૂનથી રીવરફ્રન્ટની નવી ઓળખ બનશે ફ્લોટિંગ રેસ્ટોરાં, સાંજે 8 વાગે શરુ થશે ડીનર, જાણો શું હશે ચાર્જ

    20 જૂનથી રીવરફ્રન્ટની નવી ઓળખ બનશે ફ્લોટિંગ રેસ્ટોરાં, સાંજે 8 વાગે શરુ થશે ડીનર, જાણો શું હશે ચાર્જ

    News Continuous Bureau | Mumbai

    અમદાવાદની ઓળખ બની ગયેલા રિવરફ્રન્ટની નવી ઓળખ હવે ક્રૂઝ એટલે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ બનશે. રિવરફ્રન્ટે 20 જૂને રથયાત્રાના દિવસે સાબરમતી નદીમાં ફ્લોટીંગ રેસ્ટોરન્ટ શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. હાલમાં સાબરમતી નદીમાં ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની ટ્રાયલ લેવામાં આવી રહી છે. આ ક્રૂઝની કિંમત લગભગ 10 કરોડ હોવાનો અંદાજ છે. હાલમાં ક્રૂઝની ટ્રાયલ રન ચાલી રહી છે અને તેનું સેફ્ટી ઓડિટ પણ કરવામાં આવી રહ્યું છે. સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ એક રાઉન્ડમાં દોઢ કલાક લાગશે.

    2 હજારથી 2500 રુપિયા સુધીનો હશે ચાર્જ

    ચાર્જ પ્રતિ વ્યક્તિ 2 હજારથી 2500 રૂપિયા સુધી લેવામાં આવી શકે છે. એક રાઉન્ડમાં વધુમાં વધુ 100થી 120 લોકો બેસી શકે છે.

    લંચના આ બે સમય હશે

    ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં બે સમય હશે. 2 લંચ માટે અને 2 ડિનર માટે એટલે કે સવારે 11.30 થી 1 અને બપોરે 1થી 2.30 એમ બે શિફ્ટમાં નદીની સફરની મજા માણી 100-100 લોકો લંચ કરી શકશે.

    ડીનરનો સમય શરુ થશે સાંજે 8 વાગ્યાનો

    રાત્રિ ભોજન માટે રાત્રે 8 થી 9.30 અને 9.30થી 11 દરમિયાન બે ડિનરનો સમય આપવામાં આવશે. આમ બે શિફ્ટમાં ડીનરની મજા માણી શકાશે.

    120 લોકોની છે કેપેસિટી

    5 સ્ટાર હોટલ જેવી હશે સુવિધા

    પહેલા માળે એસી કેબિન હશે

    પ્રથમ માળે ઓપન ક્રૂઝમાં બેસીને ખાણીપીણીની લિજ્જત માણી શકાશે

    આ સમાચાર પણ વાંચો:  સલામ છે આ મહિલા પોલીસકર્મીની હિંમતને, લોહી થીજી ગયું, સંકટોનો મારો બોલ્યો છતાં માઉન્ટ એવરેસ્ટ પર્વતની 8 હજાર મીટરની ઊંચાઈએ પહોંચ્યા..

    ક્રૂઝમાં 120 લોકોની બેસવાની છે કેપેસિટી

    ખાણી પીણી સાથે લાઈવ શો અને મ્યુઝિક પાર્ટી માણી શકાશે

    અમદાવાદીઓ બર્થ ડે પાર્ટી પણ મનાવી શકે તેવી વ્યવસ્થા

    ક્રૂઝમાં ઓફિસ મિટીંગ શક્ય બનશે.

    બે માળની ક્રૂઝ હશે

    10 કરોડના ખર્ચે શરુ થશે ક્રૂઝ

    રીવરફ્રન્ટની નવી ઓળખ આ ક્રુઝ બનશે આ સાથે જ અમદાવાદમાં આવતા સેલિબ્રિટીઝ પણ અહીં આવીને ડીનર તેમજ લંચની મજા માણી શકે છે. લગભગ ક્રૂઝનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે આગામી અષાઢી બીજે તેનો પ્રારંભ થશે.